Danta Congress Winner

બનાસકાંઠા જિલ્લા ની દાંતા તાલુકા પંચાયત ની ચુંટમી માં કોંગ્રેસ ફરી એકવાર વિજય બની

Danta Congress Winner

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી

અંબાજી,09 સપ્ટેમ્બર: બનાસકાંઠા જિલ્લા ની દાંતા તાલુકા પંચાયત ની ચુંટમી માં કોંગ્રેસફરી એકવાર અકસ્માતે વિજય બની છે ને પુનઃ કોંગ્રેસ સતા ઉપર આવી છે દાંતા તાલુકા પંચાયત માં આજે અઢી વર્ષ માટે ની બીજી ટ્રમ્સ માટે ના પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચૂંટણી યોજાઈ હતી તાલુકા પંચાયત ના કુલ 26 સભ્યો માંથી 17 સભ્યો કોંગ્રેસ ના અને 9 સભ્યો ભાજપ ના હતા જેમાં ભાજપ ના 4 જેટલા સભ્યો બળવો કરી ભાજપ માં જતા ભાજપ નું સંખ્યા બળ 13 થયું હતું ને યોજાયેલા મતદાન માં બંને પાર્ટી ને તેર તેર મત મળતા ટાઈ પડી હતી આમતો કોંગ્રેસ ના 17 સભ્યો જોતા કોંગ્રેસ ની સ્પષ્ટ જીત નિશ્ચિત હતી પણ 4 સભ્યો બળવો કરી જતા કોંગ્રેસ ની પરિસ્થિતિ વણસી હતી પણ આંગળી ઊંચી કરી કરાયેલા મતદાન માં બને પાર્ટી ને તેર તેર સરખા મત મળતા થયેલી ટાઈ દરમિયાન ચિઠ્ઠી ઉછાળી જીત નિશ્ચિત કરવાનુ કાર્ય હાથ ધરાતા કોંગ્રેસ નો ફરી એક વાર અકસ્માતે વિજય થયો હતો

Danta

જેમાં પ્રમુખ તરીકે જ્યોત્શના બેન તરાલ નવા પ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર કરાયા હતા જ્યારે ઉપપ્રમુખ માટે પણ ટાઈ પડતા ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી જેમાં ભાજપ ના નેહલબેન ઠાકોર વિજય બન્યા હતા આમ કોંગ્રેસે હારેલી બાજી જીતમાં પરિણમી હતી જોકે આ પ્રસંગે દાંતા મતવિસ્તાર ના કોંગ્રેસ ના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી પણ ઉપસ્થિત રહ્યાં હતાં અને બળવો કરી ગયેલા ચાર ઉમેદવારો સામે પક્ષણતર ધારા મુજબ કાયદેસર ની કાર્યવાહી કરવા જણાવ્યું હતું

જોકે આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મીડિયા કર્મીઓ ને બહાર રાખી બંધ બારણે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી