Inauguration of Jyotibafule Computer Class

Inauguration of Jyotibafule Computer Class: મિશન ખાખી 2021ના સફળ આયોજન બાદ બોધીસત્વ ફાઉન્ડેશન દ્વારા જ્યોતિબાફુલે કોમ્પ્યુટર ક્લાસનું ઉદ્ઘાટન

Inauguration of Jyotibafule Computer Class: જામનગર ખાતે શરુ કરવામાં આવેલા આ જ્યોતિબા ફૂલે કોમ્પ્યુટર કલાસમાં ગરીબ પરિવારના યુવક યુવતીઓને રાહત દરે તાલીમ આપવામાં આવશે.

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૦૭ ડિસેમ્બરઃ
Inauguration of Jyotibafule Computer Class: છેલ્લા અનેક વર્ષોથી જામનગર શહેર અને જિલ્લાના યુવાનો માટે શૈક્ષણિક પ્રવૃતિઓમાં મદદરૂપ થતા બોધીસત્વ ફાઉન્ડેશન દ્વારા વધુ એક સેવાકીય પ્રવૃતિ શરુ કરવામાં આવી છે. 6 ડિસેમ્બરના રોજ ડૉ. બાબા સાહેબના પરિનિર્વાણ નિમિતે જ્યોતિબા ફૂલે કોમ્પ્યુટર ક્લાસ શરુ કરવામાં આવ્યા છે. આ તકે મિશન ખાખી 2021 અંતર્ગત પોલીસ કોંસ્ટેબલની તૈયારી કરતી બહેનોની ફિઝિકલ અને થિયેરિકલ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેની પુર્ણાહુતી કાર્યક્રમ પણ યોજાયો હતો.

Inauguration of Jyotibafule Computer Class 2

બોધિસત્વ ફાઉન્ડેશન જામનગર દ્વારા કામદાર કલ્યાણ કેન્દ્ર, ૪૯ દિ.પ્લોટ રોડ, જામનગર ખાતે શરુ કરવામાં આવેલા આ જ્યોતિબા ફૂલે કોમ્પ્યુટર કલાસમાં ગરીબ પરિવારના યુવક યુવતીઓને રાહત દરે તાલીમ આપવામાં આવશે. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્ય અતીથી તરીકે જામનગર કોર્પોરેશનના કમિશનર વિજય ખરાડી તથા બહુજન બિઝનેસમેન સંજયભાઈ મકવાણા, શહેરની જાણીતા ડૉ. ભરત કુમાર, ડૉ કલ્પેશ મકવાણા એપલ હોસ્પિટલના , આનંદભાઈ રાઠોડ સુરેશભાઈ માતંગ, કિરણભાઈ બગડા, રાજુ યાદવ, વિજય પરમાર, ડો.કિશોર મકવાણા, એ.પી.જોષી સાહેબ તથા ફેકલ્ટી અને ટ્રેનરો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ સિવાય બોધીસત્વ ફાઉન્ડેશન દ્વારા 70 દીકરીઓમાં પોલીસની ભરતીના નિઃશુલ્ક ફિઝિકલ અને થિયેરિકલ કલાસનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ દીકરીઓ માટે રહેવા-જમવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ પણ વાંચો…Weather Update: ફરી ગુજરાત ઠંડી વધશે, હવામાન વિભાગે કરી આ આગાહી- વાંચો વિગત

Whatsapp Join Banner Guj