Rape

Kosindra School: આણંદ જીલ્લાના આંકલાવની કોસિન્દ્રા સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીની સાથે કર્યુ ગેરવર્તન, પોક્સો હેઠળ ગુનો નોંધાયો

Kosindra School: શિક્ષક કિરણ વાળંદે વિદ્યાર્થીનીઓ સાથે 15 – 20 દિવસ પહેલાં અડપલાં કર્યા હતા

આણંદ, 24 ફેબ્રુઆરીઃ Kosindra School: આણંદ જીલ્લાના આંકલાવ તાલુકામાં આવેલા કોસિન્દ્રા ગામમાં સરકારી શાળામાં શિક્ષણ જગતને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. શાળામાં ફરજ બજાવતા લંપટ શિક્ષક કિરણ વાળંદે વિદ્યાર્થીનીઓ સાથે 15 – 20 દિવસ પહેલાં અડપલાં કર્યા હતા. આથી વિદ્યાર્થીનીઓએ શાળાએ જવાનું બંધ કર્યું હતું.

આ પણ વાંચોઃ PM Kisan Samman Nidhi Yojana: કિસાન આંદોલન વચ્ચે સારા સમાચાર, ખેડૂતોના ખાતામાં આવશે પૈસા- વાંચો આ લાભની વાત

એકાએક વિદ્યાર્થીનીઓએ શાળાએ જવાનું બંધ કરતા પરિવારને શંકા ગઈ હતી. એક વિદ્યાર્થીનીએ તેમની માતાને સમગ્ર ઘટનાની જાણ કરતા મામલો બહાર આવ્યો હતો. એક વિદ્યાર્થીની શાળાએ જાય તો બીજી વિદ્યાર્થીની બીજા દિવસે શાળાએ જતી હતી. રોષે ભરાયેલા વાલીઓ અને ગ્રામજનોએ શાળામાં જઈ હોબાળો મચાવ્યો છે.

લંપટ શિક્ષકને સસ્પેન્ડ કરી તેની વિરૂદ્ધ કડક પગલા ભરવા વાલીઓએ માગ કરી છે. ભોગ બનેલી વિદ્યાર્થીનીના વાલીની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. આંકલાવ પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો