pm kisan samman nidhi scheme link aadhaar card edited e1674044692519

PM Kisan Samman Nidhi Yojana: કિસાન આંદોલન વચ્ચે સારા સમાચાર, ખેડૂતોના ખાતામાં આવશે પૈસા- વાંચો આ લાભની વાત

PM Kisan Samman Nidhi Yojana: PM કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો કેન્દ્ર સરકાર મહિનાના અંત સુધીમાં જાહેર કરશે

નવી દિલ્હી, 24 ફેબ્રુઆરીઃ PM Kisan Samman Nidhi Yojana: સરકારે ખેડૂતોના ખાતામાં PM કિસાન સન્માન નિધિના પૈસા જમા કરાવવાની તારીખ જાહેર કરી છે. PM કિસાન વેબસાઈટ અનુસાર, PM કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો કેન્દ્ર સરકાર મહિનાના અંત સુધીમાં જાહેર કરશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ એક સરકારી પહેલ છે જેની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Magh Purnima 2024: આજે માઘપૂર્ણિમા, રાત્રે કરો આ કામ- મળશે માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ

આ યોજનાનો પ્રાથમિક ધ્યેય ગરીબ ખેડૂતોને આવકનો સ્ત્રોત અને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાનો છે. આ પોલિસી દ્વારા ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની સહાય મળે છે. ખેડૂતોને વર્ષ દરમિયાન 2000 રૂપિયાના ત્રણ હપ્તા મળે છે. આ રકમ સીધી ખેડૂતના બેંક ખાતામાં જમા થાય છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો