Court judgement

3 New Laws: અંગ્રેજોના સમયમાં બનેલા ત્રણ કાયદા હવે ખતમ થઈ ગયા, નવા ફોજદારી કાયદા 1 જુલાઇથી લાગુ- વાંચો વિગત

3 New Laws: સંસદના શિયાળુ સત્રમાં હાલમાં પસાર થયેલા ત્રણ સંશોધન કરાયેલા ક્રિમિનલ લૉ બિલને સોમવાર (25 ડિસેમ્બર)એ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ મંજૂરી આપી

નવી દિલ્હી, 24 ફેબ્રુઆરીઃ 3 New Laws: અંગ્રેજોના સમયમાં બનેલા ત્રણ કાયદા હવે ખતમ થઈ ગયા છે. સંસદના શિયાળુ સત્રમાં હાલમાં પસાર થયેલા ત્રણ સંશોધન કરાયેલા ક્રિમિનલ લૉ બિલને સોમવાર (25 ડિસેમ્બર)એ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ મંજૂરી આપી દીધી હતી. ત્યાર બાદ ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય સંહિતા બિલ હવે કાયદો બની ગયા હતા. ત્યારે હવે આ કાયદા આગામી પહેલી જુલાઈ 2024થી દેશમાં લાગુ થઈ જશે. 

આ પણ વાંચોઃ Kosindra School: આણંદ જીલ્લાના આંકલાવની કોસિન્દ્રા સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીની સાથે કર્યુ ગેરવર્તન, પોક્સો હેઠળ ગુનો નોંધાયો

દેશના ત્રણ નવા ફોજદારી કાયદા જે IPC, CRPC અને Evidence Actને બદલવા માટે લવાયા હતા, તે પહેલી જુલાઈ 2024થી લાગુ થશે. પહેલી જુલાઈ 2024થી નવા કાયદા ‘ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા’, ‘ભારતીય ન્યાય સંહિતા’ અને ‘ભારતીય સાક્ષ્ય અધિનિયમ’ લાગૂ થશે. ગૃહ મંત્રાલયે આ અંગે આદેશ જાહેર કરી દીધા છે. IPCની જગ્યાએ BNS હશે. 

ઉલ્લેખનીય છે કે, જોકે, એક નવી કલમ હાલ લાગુ નહીં થાય. BNSની કલમ 106(2) – ઝડપ કે બેદરકારીથી વાહન ચલાવવા અને પોલીસ/મેજિસ્ટ્રેટને તેની માહિતી અપાયા વગર ભાગવાથી મોત માટે 10 વર્ષની સજાની જોગવાઈ, આ કલમને હાલ પૂરતી લાગુ કરવામાં આવશે નહીં.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો