941643 rahane 3

Ind Vs Aus:ટીમ ઇન્ડિયા પાસે અનુભવી બોલરો ન હોવાનો ઓસ્ટ્રેલિયાએ લીધો લાભ, ઓસ્ટ્રેલિયાએ ચોથી ટેસ્ટના પહેલા દિવસના અંતે 5 વિકેટના ભોગે 274 રન કર્યા

941643 rahane 3

નવી દિલ્હી, 15 જાન્યુઆરીઃ ટેસ્ટ મેચમાં ભારતની હાલત દિવસેને દિવસે કપરી બનતી જાય છે. એક પછી એક સારા પ્લેયર્સને ઇજા થાય છે, જેના કારણે તે મેચ રમી શકતા નથી. ફિટનેસની સમસ્યાઓનો સામનો કરી રહેલી ટીમ ઈન્ડિયા પાસે હાલ અનુભવી બોલરો ના હોવાનો ઓસ્ટ્રેલિયાએ ફાયદો ઉઠાવતા ચોથી ટેસ્ટના પ્રથમ દિવસના અંતે 5 વિકેટના ભોગે 274 રન કરી લીધા છે. આ મેચમાં લબુશેને શાનદાર સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયાએ લબુશેનના 108 રનની મદદથી મેચમાં કમબેક કર્યું. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 93 પર 4 વિકેટ હોત જો અજિંક્ય રહાણેએ ગલીમાં ફિલ્ડિંગ દરમિયાન માર્નસ લબુશેનનો સરળ કેચ ડ્રોપ ના કર્યો હોત.

માર્નસ લબુશેન 37 રને રમતો હતો ત્યારે રહાણેએ તેનો કેચ છોડ્યો હતો. જો આ કેચ પકડી લેવામા આવ્યો હોત તો ભારત મજબૂત સ્થિતિમાં હોત. જીવંતદાન મળ્યા બાદ લબુશેને સદી ફટકારી અને મેથ્યૂ વેડ સાથે મળી 113 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન ભારતીય ટીમને વધુ એક ઝાટકો લાગ્યો જ્યારે સૈની ઈજાને કારણે મેદાનની બહાર ગયો. તેને સ્કેન માટે લઈ જવાયો હતો.

Whatsapp Join Banner Guj

ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નર અને માર્કસ હેરિસ પ્રથમ સેશનમાં જ પેવેલિયન પરત ફર્યા હતા. 2018માં પોતાની પ્રથમ ટેસ્ટમાં માત્ર 10 બોલ જ નાંખવાનો અનુભવ ધરાવતા શાર્દુલ ઠાકુર અને કુલ 3 ટેસ્ટનો અનુભવ ધરાવતા ભારતીય બોલિંગ યુનિટે નિરાશ કર્યા નહીં. વોર્નર સંપૂર્ણ ફિટ નહોતો અને ક્રિઝ પર પણ તેની અસર જોવા મળી રહી હતી. તે એક રન કરીને સિરાજના બોલ પર રોહિતને કેચ આપી બેઠો હતો. રોહિતે પોતા ડાબી તરફ ડાઈવ મારી શાનદાર કેચ પકડ્યો હતો. જ્યારે શાર્દુલે હેરિસને 5 રને આઉટ કર્યો હતો.

ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરનારા ઓફ સ્પિનર વૉશિંગ્ટન સુંદરે સ્ટિવ સ્મિથ (36)ના રૂપે પ્રથમ વિકેટ તરીકે સ્ટાર બેટ્સમેનને પેવેલિયન પરત મોકલ્યો હતો. સ્મિથ અને લબુશેને 70 રનની ભાગીદારી કરી. સુંદરની સાથે ટી. નટરાજને પણ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. નટરાજને મેથ્યૂ વેડ (45 રન) અને પછીની જ ઓવરમાં લબુશેન (108 રન)ની વિકેટ ઝડપી હતી. આ બંને વચ્ચે 113 રનની ભાગીદારી થઈ હતી. પ્રથમ દિવસના અંતે ટિમ પેઈન (38 રન) અને કેમરુન ગ્રીન (28 રન) રમતમાં હતા.

આ પણ વાંચો…

કાલથી બદલાશે તમારા ફોનની કોલરટ્યૂન, આવી હશે નવી ટ્યૂન