1607059938 1016 1 edited

Ind vs Aus:છેલ્લા 12 વર્ષથી ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટી-20 જીતવાનો સિલસિલો યથાવત, ઓસ્ટેલિયાને 11 રને હરાવ્યું

1607059938 1016 1 edited

અમદાવાદ, 04 ડિસેમ્બરઃ આ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી-20ની શરુઆત થઇ. ટીમ ઇન્ડિયાએ ત્રણ મેચોની ટી-20 સિરીઝમાં જીત સાથે શરૂઆત કરી છે. વિરાટ બ્રિગેડે કૈનબરાના મનુકા ઓવલ મેદાનમાં રમાયેલ પ્રથમ ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 11 રનથી હરાવ્યું છે. વન-ડે સિરીઝ 1-2થી હાર્યા બાદ ભારતે ટી-20 સિરીઝમાં ખુબ જ સારી શરૂઆત કરી છે અને 1-0થી લીડ મેળવી લીધી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલ ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 7 વિકેટના નુક્સાને 161 રન બનાવ્યા અને ઓસ્ટ્રેલિયાને જીત માટે 162 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયા 20 ઓવરમાં 7 વિકેટના નુક્સાને 150 રન જ બનાવી શકી.

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચ 35 રન બનાવીને આઉટ થઇ ગયો. કન્કશન સબ્સ્ટીટ્યૂટ ચહલે તેને હાર્દિક પંડ્યાના હાથે કેચ આઉટ કરાવ્યો. ચહલે તેના પછી સ્ટિવ સ્મિથને સંજૂ સૈમસનના હાથે કેચ આઉટ કરાવી ઓસ્ટ્રેલિયાને બીજો ઝાટકો આપ્યો હતો. સ્મિથ 12 રન બનાવીને આઉટ થયો. 11મી ઓવરમાં ટી. નટરાજને મેક્સવૈલને આઉટ કરી ત્રીજી વિકેટ પાડી. નટરાજને મૈક્સવેલને LBW આઉટ કર્યો. મૈક્સવેલ માત્ર 2 રન જ બનાવી શક્યો.

whatsapp banner 1

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૧૨ વર્ષમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાની ધરતી એક પણ ટી૨૦ શ્રેણી હાર્યું નથી. છેલ્લા ૨૦૦૮ના ફેબ્રુઆરીમાં ભારતીય ટીમનો આ ફોર્મેટમાં પરાજય થયો હતો. ભારતની ટી૨૦ ટીમમાં કેટલાક નિષ્ણાત ખેલાડીઓ હોવાનાં કારણે પ્રવાસી ટીમ વધારે બેલેન્સ લાગી રહી છે અને પ્રત્યેક ખેલાડીએ તાજેતરમાં યુએઇ ખાતે રમાયેલી આઇપીએલમાં શાનદાર દેખાવ કર્યો હતો. છેલ્લે ૨૦૧૮માં ભારતે ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ૧-૧નું પરિણામ મેળવ્યું હતું.