Indonesia Patient Surgery

Indonesia Patient Surgery: અમદાવાદના તબીબે ઈન્ડોનેશિયાના દર્દીને દર્દમાંથી મુક્ત કર્યા, જાણો શું હતી તકલીફ

  • ફાધર ગીરીશ ઈન્ડોનેશિયા ગયા ત્યારે બ્રધર ફ્રાન્સીસ્કોને પીડામય જોતા ડૉ.જે.પી.મોદીનો સંપર્ક કરાવ્યો હતો

Indonesia Patient Surgery: બે વર્ષથી મણકાની તકલીફથી ઝઝૂમી રહેલા દર્દીના વ્હારે આવ્યા પૂર્વ સિવિલ સુપ્રીટેન્ડન્ટ અને ખ્યાતનામ સ્પાઇન સર્જન ડૉ.જે.પી.મોદી

અમદાવાદ, 28 જૂનઃ Indonesia Patient Surgery: ઇન્ડોનેશિયામાં તત્વજ્ઞાનનું અભ્યાસ કરતા બ્રધરને બે વર્ષથી મણકાની તકલીફ હોવાથી રોજીંદી ક્રિયામાં ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ દરમિયાન ઇન્ડોનેશીયા ગયેલા ફાધરને આ અંગે જાણ થઇ હતી. જેથી તેમણે બ્રધરને તાત્કાલીક સર્જરી માટે અમદાવાદના સ્પાઇન સર્જન અને પૂર્વ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. જે.પી.મોદીને ત્યાં જવાની સલાહ આપી હતી.

Indonesia Patient Surgery 1

જેથી બ્રધર અમદાવાદ આવ્યા હતા. જ્યાં તેમની ગઇકાલે સફળ સર્જરી કરીને દર્દમાંથી મુક્ત કરાયા છે. અને રજા પણ આપી દેવામાં આવી છે. આમ બે વર્ષથી મણકાની તકલીફથી પીડા ભોગવતા બ્રધર હવે દર્દ મુક્ત થયા છે.

૨૪ વર્ષિય બ્રધર ફ્રાન્સીસકો નાઇનવીન મ્યાનમાર ઇસુ સંઘી મંળના સભ્ય છે અને હાલ તેઓ ઇન્ડોનેશીયા ખાતે તત્વજ્ઞાન અંગે પહેલાં વર્ષનો અભ્યાસ કરી રહ્યાં છે. તેમણે છેલ્લા બે વર્ષથી ડાબા પગે ચાલવાની તથા ડાબા હાથમાં વસ્તુ પકડવામાં તકલીફ થતી હતી. તેથી તેમણે ત્યાં બતાવ્યું હતું અને દવા પણ લીધી હતી. પરંતુ સારું થયું ન હતું.

આ દરમિયાન તેમણે એમઆરઆઇ કરાવ્યું હતું. જેમાં ચોથા અને પાંચમા મણકામાં દબાણ હોવાનું સામે આવ્યું હતું અને સર્જરી કરાવવી પડે તેમ હતી. આ દરમિયાન દોઢ વર્ષથી ઇસુ સંઘના વડા તરીકે કાર્યભાળ સંભાળતા ફાધર ગીરીશ ઇન્ડોનેશીયા ગયા હતા. ત્યારે તેમણે બ્રધર ફ્રાન્સીસકોને જોયા હતા. ત્યારે તેઓને રોજીંદી ક્રિયા કરવામાં ઘણી તકલીફો થઇ રહી હોવાનું ફાધરે જોયું હતું. જેથી તેઓ ઘણા દુઃખી થયા હતા.

ત્યારબાદ ફાધર ગીરીશે તાત્કાલીક બ્રધરના રિપોર્ટ અમદાવાદ ડો. જે.પી.મોદીને મોકલી આપ્યા હતા. રિપોર્ટ જોયા બાદ ડો.મોદીએ ઓપરેશન કરવાની સલાહ આપી હતી અને અમદાવાદ તેમને લઇ આવવા જણાવ્યું હતું. ત્યારબાદ તાત્કાલીક બ્રધરને અમદાવાદ લાવવામાં આવ્યા હતા. જ્યાં ડો.મોદીએ તેમના મણકાની સર્જરી કરી તેમને દર્દ મુક્ત કર્યા છે.

આ અંગે ફાયર ગીરીશે જણાવ્યું હતું કે, ડો.મોદીએ વર્ષો પહેલાં તેમના ગુજરાત ઇસુ સંઘના ઉમેદવારની સર્જરી કરી તેમને સાજા કર્યા હતા. તેથી મને તેમની આવડત, અનુભવ પર વિશ્વાસ હતો. જેના કારણે જ બ્રધરને અમદાવાદ લાવવામાં આવ્યા અને હવે તે સંપૂર્ણ સ્વસ્થ છે.

આ અંગે ડો. જે.પી.મોદીએ જણાવ્યું હતું કે, વિદેશ કરતા ભારતમાં મેડિકલ સેવા સારી મળી રહી હોવાથી સંખ્યાબંધ દર્દીઓ અહીંયા સારવાર માટે આવી રહ્યાં છે. બ્રધરના મણકાની સફળ સર્જરી કરી દેવામાં આવી છે અને તેમને રજા પણ આપી દેવામાં આવી છે. પહેલાં બ્રધરને ચાલવામાં અને વસ્તુ પકડવામાં તકલીફ પડતી હતી પરંતુ સર્જરી બાદ તેમની સ્થિતિમાં સુધારો છે.

આ પણ વાંચો… World Drug Day: નશાના નિષેધની ધૂન!

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો