International symposium shilp sangam

International symposium ‘shilp sangam’: અંબાજી SAPTI સંસ્થા ખાતે પ્રથમ આંતરરાષ્ટ્રીય સિમ્પોઝિયમ ‘શિલ્પ સંગમ’નો પ્રારંભ થયો

International symposium ‘shilp sangam’: આ સિમ્પોઝિયમમાં વિશ્વના 10 દેશોના 12 મૂર્તિકારોએ ભાગ લીધો

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 19 જાન્યુઆરી: International symposium ‘shilp sangam’: અંબાજી ‘SAPTI’ સંસ્થા ખાતે દેશ-વિદેશના મૂર્તિકારોની ઉપસ્થિતિમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય સિમ્પોઝિયમ ‘શિલ્પ સંગમ’નો પ્રારંભ થયો છે. આ સિમ્પોઝિયમમાં વિશ્વના 10 દેશોના 12 મૂર્તિકારોએ ભાગ લીધો છે. કલેકટરતથા અન્ય મહાનુભાવોની હાજરીમાં આ કાર્યક્રમ નો પ્રારંભ થયો હતો.આ સિમ્પોઝિયમના કાર્યક્રમમાં ‘SAPTI’ સંસ્થા તરફથી વિદેશી મુર્તીકારો ને આમંત્રણ આપવામાં આવ્યું છે.

International symposium shilp sangam 1

અંબાજી જીએમડીસી ગ્રાઉન્ડ પાસે સાપ્તી સંસ્થા દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિશ્વના ખ્યાતનામ શિલ્પકારો પણ જોડાયા હતા. સાપ્તી ના અધિકારી ગણ સાથે બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલ બનાસકાંઠા ડિડીઓ સ્વપ્નિલ ખેર સહીત નીતિન દત્ત, વિણાબેન પંડયા સહીત વિવિધ અધિકારીઓનું પણ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિદેશના જે ઉત્તમ શિલ્પકારો છે.

તેઓ પણ આ કાર્યક્રમમાં આવીને ઘણા જ ખુશ થયા હતા અને તેમનું પણ આ સંસ્થા દ્વારા ફુલહાર પહેરાવીને સ્વાગત કરાયું હતું આર્ટિસ્ટ માર્બલના અલગ અલગ પથ્થરો ના ઉત્તમ મૂર્તિકારો છે અને તેઓએ તેમના દેશમાં પણ નામ રોશન કર્યું છે . આ મૂર્તિકારો અંબાજી ખાતે આવીને તેમની જે કારીગરી છે તેમનું પણ કારીગરીનો નમુનો બતાવ્યો હતો.

મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે અમને ગુજરાત આવીને અને ઇન્ડિયા આવીને ઘણું જ સારું લાગ્યું છે. 20 દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં વિદેશથી આવેલા મૂર્તિકારો માટે પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને તેઓ અહીં 20 દિવસ સુધી રહીને અંબાજીની અરવલ્લી ગિરિમાળા ના પથ્થરોની શિલ્પ કારીગરી કરશે. અંબાજી ખાતે નિતીન દત્ત સેન્ટર ડાયરેક્ટર સાપ્તિ અને વીણાબેન પડ્યા સ્ટેટ ડાયરેકટર હાજર રહી આ વિદેશી કલાકારો સાથે જોડાયા હતા.

આ પણ વાંચો: Pratapnagar-ektanagar memu trains canceled: પ્રતાપનગર-એકતાનગર-પ્રતાપનગર મેમુ ટ્રેનો રદ રહેશે, વાંચો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો