ipl BCCI edited

IPL Auction 2021: ખેલાડીઓની થઈ હરાજી, જાણો કઇ ટીમે ખરીદ્યા ક્યા ખિલાડી…!

IPL Auction 2021

સ્પોર્ટ્સ ડેસ્ક, 18 ફેબ્રુઆરીઃ વિશ્વની સૌથી પ્રખ્યાત ક્રિકેટ લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL Auction 2021) 2021 માટે ખેલાડીઓની હરાજી ચેન્નઇ ખાતે કરવામાં આવી રહી છે. આઈપીએલની આઠ ફ્રેંચાઇઝી 61 સ્થાનો ભરવા માટે બોલી લગાવી રહી છે. હરાજીની યાદીમાં ભારતના 164 ખેલાડીઓ છે.

લોકપ્રિય ક્રિકેટર સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર, ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ, ઇંગ્લેન્ડના ડેવિડ મલાન, જેસન રોય, ટોમ બેન્ટન જેવા ખેલાડીઓ પર ફ્રેન્ચાઇઝીની સાથે ક્રિકેટ ચાહકોની નજર છે.

Whatsapp Join Banner Guj

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટિવ સ્મિથને દિલ્હી કૈપિટલ્સે 2.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી.તો વળી ઈંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેન જેસર રોય, એલેક્સ હેલને કોઈએ હજૂ સુધી ખરીદ્યા નથી.

ગ્લેન મૈક્સવેલ આઈપીએલ ઈતિહાસમાં ચોથા નંબરનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. આ અગાઉ યુવરાજ સિંહ 16 કરોડ, પૈટ કમિંસ-15.5 કરોડ અને બેન સ્ટોક્સ 14.5 માં વેચાયા હતા. આઈપીએલ 2020માં મૈક્સવેલે એક પણ છગ્ગો લગાવ્યો નહોતો. તેનું પરફોર્મેંન્સ આખી સિઝનમાં સૌથી ખરાબ રહ્યુ હતું. તેમ છતાં પણ ફરી એક વાર તેના પર મોટો દાવ લગાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો…

ministry of civil aviation: દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલથી આવતા મુસાફરો માટે બદલાયા નિયમો, આ છે કારણ