Isudan Gadhvi

Isudan Gadhvi Statement: TRB જવાનોને નોકરીમાંથી છૂટા કરવાના નિર્ણય પર ઇસુદાન ગઢવીએ ભાજપ પર સાધ્યું નિશાન, જાણો શું કહ્યું

Isudan Gadhvi Statement: હજારો ટીઆરબી જવાનોને નોકરીમાંથી છૂટા કરીને ભાજપે તેમની આશા પર પાણી ફેરવી દીધું છે: ઈસુદાન ગઢવી

અમદાવાદ, 22 નવેમ્બરઃ Isudan Gadhvi Statement: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજુ કરતા જણાવ્યું કે, નવા વર્ષમાં ભાજપ સરકારે એક નિર્ણય લઈને હજારો ટીઆરબી જવાનોની આશા પર પાણી ફેરવી દીધું છે.

ભાજપે હજારો ટીઆરબી જવાનોને નોકરીમાંથી છૂટા કરવાનો નિર્ણય લીધો છે. આ હજારો ટીઆરબી જવાન બહુ મુશ્કેલીમાં ફક્ત 300 રૂપિયા દિવસના કમાઈને પોતાનું ઘર પરિવાર ચલાવે છે. સરકાર એમને કંઈ આપી નથી શકતી, પરંતુ જે રીતે એમની નોકરી છીનવી લેવાનું કામ કર્યું છે તે ખૂબ જ પીડાદાયક છે.

ટીઆરબી જવાનો જ્યાં-જ્યાં પણ રેલીઓ કાઢી રહ્યા છે, ત્યાં તમામ જગ્યાએ આમ આદમી પાર્ટીના નેતાઓ તથા કાર્યકર્તાઓ તેમની સાથે છે અને તેમની તમામ માંગણીઓને અમારો પૂરો સપોર્ટ છે.

ટીઆરબી જવાનોને નોકરીમાંથી છૂટા કરવાનો નિર્ણય ભાજપે તરત પાછો લેવો જોઈએ. ટીઆરબી જવાનોને જ્યાં જ્યાં પણ રેલીઓ અને રજૂઆત કરવામાં જરૂરત પડે ત્યાં ત્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને આગેવાનો તેમની સાથે છે.

ટીઆરબી જવાનોને નોકરીમાંથી કાઢો, પછી પાછી ભરતી કરો અને પછી ફરીથી તેમને નોકરીમાંથી છૂટા કરો, આ જોઈને આપણને એક જ સવાલ થાય છે કે આ શું થઈ રહ્યું છે?

સરકારની એ કહેનારું પણ કોઈ નથી કે જે લોકોનો પરિવાર આ નોકરીથી ચાલે છે તે લોકોને શા માટે રાતોરાત નોકરીમાંથી છૂટા કરવામાં આવે છે? અમારી સરકાર સમક્ષ એ જ માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ નિર્ણયની પરત લેવામાં આવે.

આ પણ વાંચો… Israel-Hamas War Update: યુદ્ધ રોકવા માટે રાજી થયું ઈઝરાયેલ, 50 બંધકોને છોડવામાં આવશે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો