દુકાનો, ફેરિયાઓ તથા હોમડીલીવરી સેવાઓ તા.૧૫/૦૫/૨૦૨૦થી નીચેની શરતોને આધીન ખોલવાનું નક્કી કરવામાં આવ્યુ

photo 1561557404 bd269dfcfbd18460264773541807493

અમદાવાદ, ૧૨મે ૨૦૨૦

અમદાવાદ શહેરમાં કોરાના સંક્રમણને અટકાવવા માટે લેવાઈ રહેલ શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટેની પાંચમી બેઠક આજરોજ સાબરમતી રીવર ફ્રન્ટ હાઉસ ખાતે- બપોરે ૧ર-૦૦ કલાકે યોજાઈ હતી. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરશ્રી મુકેશ કુમાર આઈ.એ.એસ., જુદા જુદા ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચાના અંતે નીચેના નિર્ણયો લેવામાં આવ્યા.

આગામી તા.૧૫/૦૫/૨૦૨૦ના રોજ સંપૂર્ણ લૌકડાઉનનો સમયગાળો પૂર્ણ થતો હોઈ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે કરિયાણું, શાકભાજી, ફળફળાદિ તથા અનાજ દળવાની ઘંટી વગેરે ઉપલબ્ધ થાય તે માટે તેને સંલગ્ન દુકાનો, ફેરિયાઓ તથા હોમડીલીવરી સેવાઓ તા.૧૫/૦૫/૨૦૨૦થી નીચેની શરતોને આધીન ખોલવાનું નક્કી કરવામાં આવ્યુ.

(અ) તા.૧૫/૦૫/૨૦૨૦ પહેલ્લાં તમામ સુપરસ્પેડર્સ એટલે કે, કરિયાણું, શાકભાજી, ફળફળાદિ તથા અનાજ દળવાની ઘંટી, દૂધ તથા દવાઓ વગેરેનાં વિક્રેતાઓલ દુકાનમાં કામ કરતાં કામદારો, ફેરિયાઓનું કોર્પોરેશન દ્વારા સ્ક્રીનીંગ પૂર્ણ કરી હેલ્થ સ્ક્રીનીંગ કાર્ડ ઈસ્યુ કરવાના રહેશે.

(બ) કરિયાણું, શાકભાજી, ફળફળાદિ તથા અનાજ દળવાની ઘંટી સવારના ૮ વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી તેમને ફાળવણી કરેલા વોર્ડમાં નિશ્ચિત કરેલાં વિસ્તારમાં ખુલ્લા રાખી શકાશે. આ માટે નીચે મુજબની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.

(૧) માત્ર છૂટછાટ અપાયેલ ચીજવસ્તુઓનું જ વેચાણ કરી શકાશે.
(ર) નિશ્ચિત કરવામાં આવેલ સમયગાળા સિવાય વેપાર કરી શકાશે નહીં.

(૩) આ પ્રકારના ધંધા સાથે સંકળાયેલ તમામ લોકોને માલિકો તેમજ કામદારોની આરોગ્ય વિષયક ચકાસણી કરાવી હેલ્થ સ્ક્રીનીંગ કાર્ડ મેળવી લેવાના રહેશે અને વેપારના સમયે પોતાની પાસે અચૂક રાખવાના રહેશે.
આ કાર્ડ દર ૭ દિવસે રીન્યુ કરાવવાના રહેશે.
(૪) વેચાણ કરતી વખતે સામાજીક અંતર ફરજીયાતપણે જાળવવાનું રહેશે.
(૫) કન્ટમેન્ટ એરિયામાંથી કોઈપણ સ્ટાફને કામગીરી સોંપી શકાશે નહીં (૬) કોરોના સંક્રમણથી બચવા શક્ય હોય ત્યાં સુધી ડીઝીટલ પેમેન્ટથી | વ્યવહાર કરવાનો પ્રયત્ન કરવાનો રહેશે. જો કે આમ કરવું ફરજીયાત નથી.

(૭) રોકડથી પણ વ્યવહાર થઈ શકશે પરંતુ રોકડ સ્વીકારવા માટે અલગથી ટ્રે રાખવાની રહેશે. તેવી જ રીતે રોકડ પરત આપવાની ટ્રે પણ અલગ રાખવાની રહેશે. રોકડની આપ-લે દરમિયાન સીધો સંપર્ક ટાળવાનો રહેશે.

(૮) દુકાનમાં કામ કરતા તમામ (માલિકો તેમજ કામદારો તથા ફેરિયાઓએ હેન્ડ ગ્લઝ, સેનેટાઈઝર, કેપ, માસ્ક વગેરે સતત પહેરી રાખવાના રહેશે.

(૯) ગ્રાહકો તેમજ પોતાના વપરાશ માટે હેન્ડ સેનેટાઈઝર ઉપલબ્ધ કરાવવાના રહેશે. (૧૦) દુકાનમાં રોકડ

સ્વીકાર અને ચીજવસ્તુની આપ-લે કરતી વખતે દુકાનદાર

અને ગ્રાહક વચ્ચે પ્લાસ્ટિક અથવા એ પ્રકારનું યોગ્ય આવરણ રાખવાનું રહેશે.

(ક) હોમડીલીવરી કરતી વિવિધ એજન્સીઓ જેવી કે, ડીમાર્ટ, ઓશિયા હાયપરમાર્ટ, બીગબાસ્કેટ, બીગ બજાર, કોમેટો, સ્વીમી તેમજ તેના જેવા અન્ય તમામ હોલસેલ તેમજ રીટેઈલ હોમડીલીવરી એજન્સીઓએ પણ ઉપર દર્શાવેલ માર્ગદર્શિકાનું ચુસ્તપાલન કરવાનું રહેશે પરંતુ હોમડીલીવરી માટે સવારના ૧૦ વાગ્યાથી બપોરના ૫ વાગ્યા સુધીનો સમયગાળો રહેશે. હોમડીલીવરી માટે સામાન્ય રીતે જુદીજુદી મોબાઈલ એપનો ઉપયોગ થતો હોય પેમેન્ટ પણ એપ મારફતે જ ડીઝીટલ મોડથી કરવાનું રહેશે.
ઉપર્યુક્ત નિર્ણયોનો તાત્કાલિક અસરથી અમલ કરવાનો રહેશે જેથી આગામી તા.૧૫/૦૫/૨૦૨૦થી લોકોને આ જીવન જરૂરિયાતની વસ્તુઓ વિક્રેતાઓ મારફતે સરળતાથી ઉપલબ્ધ થઈ શકે.