1a8b27d0 595d 11eb bf7c 4b290ec7df1d

સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના વાઈસ ચેરમેન જે વાય લીને 2.5 વર્ષની જેલની સજા, અગાઉ 1 વર્ષની સજા ભોગવી ચૂક્યા હતા

1a8b27d0 595d 11eb bf7c 4b290ec7df1d

નવી દિલ્હી, 19 જાન્યુઆરીઃ મોબાઈલ, ટીવી સહિતના ઈલેક્ટ્રોનિક ઉત્પાદનોનું ઉત્પાદન કરતી દક્ષિણ કોરિયાની અગ્રણી કંપની સેમસંગના વાઈસ પ્રેસિડેન્ટ જે વાય લીને 2.5 વર્ષની જેલની સજા થઈ છે. તેમની ઉપર લાગેલા ભ્રષ્ટાચારના આરોપને લગતા એક કેસમાં આ સજા ફટકારવામાં આવી છે. તેમની ઉપર કોરિયાના ભૂતપુર્વ રાષ્ટ્રપતિ પાર્ક ગ્યુનના સહાયકને લાંચ આપવાનો આરોપ છે.

52 વર્ષિય લીને વર્ષ 2017માં પાંચ વર્ષની જેલ થઈ હતી. જોકે તેમણે કંઈ પણ ખોટું કર્યાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો અને આ સજાને ઘટાડવામાં આવી હતી અને અપિલ કરવામાં આવતા સજા રદ્દ કરવામાં આવી હતી. એક વર્ષ જેલની સજા કાપી તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. જોકે દક્ષિણ કોરિયાની સુપ્રિમ કોર્ટે આ કેસ ફરી સિયોલ હાઈકોર્ટમાં મોકલ્યો હતો, આ કેસમાં આજે લીને સજા ફટકારતો ચુકાદો આપવામાં આવ્યો હતો.

Whatsapp Join Banner Guj

સેમસંગના વાઈસ પ્રેસિડેન્ટ જે વાઈ લી જેલ જવાના સંજોગોમાં ટેકનોલોજી સેક્ટરની આ અગ્રણી કંપની વ્યાપાર પર પણ પ્રતિકૂળ અસર થઈ શકે છે. સેમસંગના માલિક જો જે વાય લીના પિતા હતા, જેમનું ગયા વર્ષના ઓક્ટોબર મહિનામાં અવસાન થયુ હતું.

ઉલ્લેખનીય છે કે, લી અગાઉ જ એક વર્ષની જેલની સજા ભોગવી ચુક્યા હોવાથી હવે તેમની 2.5 વર્ષની જેલની સજા એક વર્ષ કરવામાં આવી શકે છે. પણ દક્ષિણ કોરિયાના કાયદા બાબતોના નિષ્ણાતોનું માનવું છે કે સુપ્રીમ કોર્ટ આ કેસમાં પોતાનું વલણ સ્પષ્ટ કરી ચુકી હોવાથી સજા ઘટાડવાને લઈ ઓછી સંભાવના છે.

GEL ADVT Banner

આ પણ વાંચો….

ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક જીતઃ છેલ્લા 33 વર્ષમાં પહેલીવાર બ્રિસબેનમાં ઐસ્ટ્રેલિયાની હાર, રૂષભ પંતે યાદગાર ઇનિંગ રમી