Junagadh

Junagadh: ભેસાણ તાલુકાના ખજૂરી હડમતીયા ગામનાં વૃદ્ધોએ સ્મશાનને સ્વર્ગ જેવું બનાવ્યુ, યુવાઓને આપ્યો સુંદર સંદેશ- વાંચો વિગત

Junagadh: કોરોનાની મહામારીના કપરા સમયમાં અગ્નિદાહ દેવા માટે અહીં લાકડાનો સ્ટોક તેમજ આ સાથે 70 જેટલા વૃક્ષઓનું વાવેતર કર્યું

જૂનાગઢ, 19 જુલાઇઃ Junagadh: જે કામ ગ્રામ પંચાયત કે રાજકારણ મા ચૂંટાયેલા સભ્યો ન કરી શકે એવું કામ આજે એક નાનકડા ગામના વૃધો એ સાથે મળી સાર્થક કરી બતાવ્યું છે , આમ જોઈએ તો લગભગ ગામોમાં વૃદ્ધો ગામ ના ઓટલા પર બેસવા માત્ર વાતો કરતા અને સમય પસાર કરતા જોવા મળતા હોય છે.

પરંતુ જુનાગઢ(Junagadh) ના ભેસાણ ના ખજૂરી હડમતીયા ગામના વૃદ્ધોએ એ સિદ્ધ કરી બતાવ્યું કે વૃદ્ધોપણ કાંઈ નવો બદલાવ લાવી શકે , આ દ્રશ્યો જુઓ જે ભેસાણ ના ખજૂરી હડમતીયા ગામ ના છે જયાં માત્ર 4500 ની વસ્તી છે ત્યારે 15 જેટલા વૃદ્ધોએ નિસ્વાર્થ ભાવે સેવા બજાવીને સેવાકીય પ્રવૃત્તિથી ખુલ્લું મેદાન હતું ત્યાં સ્મશાન ને સ્વર્ગ જેવું બનાવ્યું

ભેસાણ નું ખજૂરી હડમતીયા ગામ કે જ્યાં વૃદ્ધો દ્વારા સ્મશાનમાં પાણી માટે બોરની વ્યવસ્થા, બેસવા માટે બાંકડા, તેમજ કોરોનાની મહામારીના કપરા સમયમાં અગ્નિદાહ દેવા માટે અહીં લાકડાનો સ્ટોક તેમજ આ સાથે 70 જેટલા વૃક્ષઓનું વાવેતર કરીને ઓક્સિજન પણ પૂરું પાડવામાં આવે છે, જુનાગઢ ના ભેસાણ ના ખજૂરી હડમતીયા ગામના વૃદ્ધોની મહેનત રંગલાવી છે, નાના એવા ગામમાં સ્મશાન ને સ્વર્ગ સમાન બનાવી યુવા પેઢી ને પણ એક સંદેશ આપ્યો છે

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ Gujarat Vikaskarya: સૌરાષ્ટ્રના આ જિલ્લાના લોકોને હવે ભાવનગરમાં જ કેન્સર કેર સારવાર સુવિધા મળશે- વાંચો વિગત