EpHgeyiXUAMnIEO edited 1

કંગના રનૌતે રક્ષા મંત્રી રાજનાથસિંહ સાથે કરી મુલાકાત, ફિલ્મ તેજસ માટે લીધા આશીર્વાદ

EpHgeyiXUAMnIEO edited 1

અમદાવાદ, 15 ડિસેમ્બરઃ પોતાના બેફામ નિવેદનોને કારણે અવારનવાર વિવાદમાં રહેતી કંગના રનૌતે તાજેતરમાં જ ફિલ્મ થલાઇવીનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મ બાદ હવે કંગના ફિલ્મ તેજસના શૂટિંગમાં વ્યસ્ત થઈ ગઈ છે. તેજસ અંગે કંગનાએ તાજેતરમાં જ ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથસિહ સાથે મુલાકાત કરી હતી.

કંગનાએ આ અંગેના કેટલાક ફોટો પણ શેર કર્યા છે. આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કંગનાએ તેના ટ્વિટર પર માહિતી આપતાં જણાવ્યું હતું કે તેજસ ફિલ્મની સ્ક્રીપ્ટ તેણે એરફોર્સને દેખાડી છે. કેટલીક બાબતો માટે તેણે મંજૂરી પણ માંગી છે. કંગનાએ લખ્યું હતું કે આજે રાજનાથસિંહ સાથે મુલાકાત થઈ છે. તેમના આશીર્વાદ લીધા. તેમની સાથે ફિલ્મ તેજસની સ્ક્રીપ્ટ શેર કરી છે અને મંજૂરી માગી છે. જય હિન્દ.

whatsapp banner 1

સુત્રો અનુસાર, તેજસ ફિલ્મમાં કંગના રનૌત એર ફોર્સના પાયલોટની ભૂમિકા ભજવવાની છે. આ અંગે કંગના ઘણી ઉત્સાહિત છે. તેનું નિર્દેશન સરવેસ મેવાડા કરી રહ્યા છે તો રોની સ્ક્રૂવાલા તેના નિર્માતા છે.

આ પણ વાંચો…

CM રુપાણીની ચિંતામાં થયો વધારો, ગુજરાતના 300થી વધુ ખેડૂતો આંદોલનમાં જોડાવા દિલ્હી પહોંચ્યા