NCC vdr kargil card

Kargil vijay divas: કારગીલ વિજય દિવસની ઉજવણી માટે વડોદરા એન.સી.સી.એ કારગીલ મોકલવા બનાવ્યા આભાર કાર્ડ

Kargil vijay divas: મુખ્મંત્રી વિજયભાઈ રૂપાણી તા.૧૭ જુલાઈ ૨૦૨૧ ના રોજ આભાર વ્યક્ત કરતા કાર્ડસને સરહદના મોરચે રવાના કરશે

કારગીલ કે વીરો કો ગુજરાત કા આભાર

વડોદરા, ૧૦ જુલાઈ: Kargil vijay divas: વડોદરા એન.સી.સી. બટાલિયનના મેજર જનરલ અરવિંદ કપૂર તથા બ્રિગેડિયર ડી.એસ. રાવતના પ્રયાસોથી એક નવી પહેલ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત કારગીલ કે વીરો કો ગુજરાત કા આભાર પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો જેમાં કોરોના સંકટ દરમિયાન એન.સી.સી એ સંપૂર્ણ ભારતમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપવા એન.સી.સીના કેડેટ્સ દ્વારા આભાર વ્યકત કરતાં કાર્ડ બનાવવામાં આવ્યા હતા.

કારગિલ વિજય દીવસ 2021 (Kargil vijay divas) ની ઉજવણી કરવા માટે એક મે સો કે લીએ યોજના હેઠળ ૩ બટાલિયન એન.સી.સી. વડોદરાના કેડેટ્સ દ્વારા ૨૧૦૦ આભાર વ્યકત કરતાં કાર્ડ બનાવવામાં આવ્યા છે. આ પહેલમાં પાંચ તબક્કાઓ હેઠળ કેડેટ્સ દ્વારા કોવિડ કાળમાં સમાજમાં જાગૃતતા ફેલાવવામાં આવી હતી.

Kargil vijay divas, NCC card vadodara

કર્નલ પવન કુમાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ તબક્કાઓમાં કેડેટ્સ દ્વારા તેમના સગા-સંબંધી, વૃદ્ધો તથા ભૂતપૂર્વ સૈનિકોને કોરોના પ્રોટોકોલ વિશે માહિતી આપી જાગૃતતા વધારી અને તેમનું મનોબળ વધારવા સાથે આરોગ્ય કાર્યકરોનો સંપર્ક કરી તેમનો આભાર વ્યકત કર્યો હતો. ઉપરાંત, બોર્ડર પર રક્ષણ કરતા સૈનિકોનો કારગીલ વિજય દિવસના (Kargil vijay divas) સંદર્ભે આભાર વ્યક્ત કરતા કાર્ડ મોકલી અભિવાદન કરવામાં આવશે.

Whatsapp Join Banner Guj

સંપૂર્ણ ગુજરાતમાંથી ૨૫૦૦૦ જેટલા આભાર કાર્ડ એકઠા કરી તા. ૧૭ જુલાઈ ૨૦૨૧ ના રોજ રાજ્યના મુખ્યંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કુરિયરથી ઉધમપુર મોકલવામાં આવશે. આ કાર્ડ્સ કુરિયર દ્વારા 26 જુલાઇ 21 સુધીમાં લદાખ સેક્ટરમાં સૈનિકો સુધી પહોંચાડવામાં આવશે.

આ પણ વાંચો…Corona 3rd wave: કોરોનાની સંભવીત ત્રીજી લહેરનો સામનો કરવા માટે જિલ્લા વહિવટી તંત્રની સજ્જતા ચકાસતા કલેકટર અરુણ મહેશ બાબુ

આભાર કાર્ડના સર્જક એમ.એસ. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભાવિક ભાવસાર, પાર્થ ઠાકુર અને સિદ્ધાર્થ પ્રજાપતિએ જણાવ્યું કે દેશ માટે સતત કાર્યરત રહેતા સૈનિકોને આભાર વ્યકત કરવા તેમજ પ્રોત્સાહિત કરવા માટે આ કાર્ડ્સ મોકલવામાં આવશે.