195cfcc1fa7a831846e2b2ffb027c6b9

KGF Chapter-2: રોકીના ફેન્સે કરી અનોખી માંગ, ફિલ્મની રિલીઝ ડેટ પર નેશનલ હોલી ડે જાહેર કર્યું..!

ફેન્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો અને કહ્યું- KGF Chapter-2 માત્ર ફિલ્મ નથી, ઈમોશન છે

195cfcc1fa7a831846e2b2ffb027c6b9

બિઝનેસ, 02 ફેબ્રુઆરીઃ છેલ્લા કેટલાય મહિનાઓથી ફેન્સ કેજીએફ 2ની રાહ જોઇ રહ્યાં છે. ફિલ્મ સાથે લોકોની લાગણી જોડાયેલી છે. કહેવું ખોટું નહિ હોય કે ‘KGF Chapter-2 ફેન્સ માટે માત્ર ફિલ્મ જ નથી, ઈમોશન છે? ફિલ્મના એક્ટર યશની જબરદસ્ત ફેન ફોલોવિંગ છે અને આ જ કારણ છે કે એમના ફેન્સ પીએમ મોદીને અપીલ કરી છે કે તેમની ફિલ્મ રિલીઝના દિવસે નેશનલ હોલીડે જાહેર કરવામાં આવે. પીએમ મોદીને લખવામાં આવેલ એવો જ એક લેટર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. એમાં પીએમ મોદીને કહેવામાં આવ્યું છે કે તેઓ ફીલિંગ્સ સમજે, જણાવી દઈએ કે કેજીએફની સિક્વલ 16 જુલાઈ 2021ના રોજ હિન્દી, તમિલ, તેલુગુ અને માલીયાલમમાં રિલીઝ થઇ રહી છે.

લેટરમાં લખવામાં આવ્યું છે કે, ‘સર, આપણે બધા જાણીએ છે કે યશની KGF Chapter-2 શુક્રવારે એટલે 16 જુલાઈ 2021ના રોજ રિલીઝ થઇ રહી છે. લોકો ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, એવામાં અમે તમને રિકવેસ્ટ કરી રહ્યા છે કે આ દિવસે નેશનલ હોલીડે જાહેર કરવામાં આવે. અમારી ભાવનાઓને સમજવાની કોશિશ કરો. આ માત્ર ફિલ્મ નથી, આ અમારા માટે ઈમોશન છે.’ યશના એક ફેન્સે આ લેટર ટ્વીટર પર શેર કર્યો છે.

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ સમગ્ર ભારતમાં રિલીઝ થશે. એમાં યશએ રોકીની ભૂમિકા ભજવી છે. ફિલ્મનું ટીઝર પહેલા જ સોશિયલ મીડિયા પર રેકોર્ડ સેટ કરી ચૂક્યું છે. આ ફિલ્મમાં શ્રીનિધિ શેટ્ટી, સંજય દત્ત, રવીના ટંડન જેવા એક્ટર્સ મુખ્ય ભૂમિકામાં છે.

આ પણ વાંચો…

Kisan andolan: બીજેપીના નેતાએ સરકાર અને ખેડૂતો વચ્ચે ગતિરોધ બંધ કરી સુલેહ કરવાની આપી સલાહ