Kodinar police station

Kodinar soni brothers: કોડીનારના બે સોની ભાઈઓએ અડધા કરોડની કિંમતના દાગીના લઈ નાસી ગયા

Kodinar soni brothers: અમદાવાદના વેપારી પાસે 20 લાખના અને 18 લોકો પાસેથી રૂ.35 લાખના દાગીના લઈ લીધા બાદ દુકાનને તાળા મારી નાસી જતા લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયેલ

અમદાવાદ, 29 જુલાઈ: Kodinar soni brothers: ગીર સોમનાથના કોડીનાર શહેરમાં જૂની બજારમાં આવેલ શ્રીજી જવેલર્સ નામની દુકાનના માલીક બે ભાઈઓએ અડધા કરોડથી વધુની કિંમતના સોનાના ઘરેણા અમદાવાદના વેપારી અને લોકો પાસેથી લઈને દુકાનને અલીગઢી તાળા મારી નાસી ગયા હતા. આ મામલે છેતરપીંડીનો ભોગ બનેલા 18 લોકોને સાથે રાખી અમદાવાદના વેપારીએ પોલીસમાં ફરીયાદ નોધાવી હતી. જેના પગલે પોલીસે ઠગાઈ કરનાર સોની ભાઈઓની ધરપકડ કરી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોડીનાર જૂની બજારમાં શ્રીજી જવેલર્સના નામે સોનીની દુકાન ચલાવતા લલીત ઉર્ફે લાલજીભાઈ ભાનુભાઈ લોઢીયા અને તેના ભાઈ દિનેશભાઈએ અમદાવાદના સોની વેપારી નિલેશ બિપીનચંદ્ર ધ્રાંગધરીયાને વિશ્વાસમાં લઈ સોનાના દાગીના વેચાણ કરવા માટે 20 કેરેટના 375 ગ્રામ અને 270 મીલીગ્રામ સોનાના રૂ.20 લાખની કિંમતના દાગીના લીધા હતા. ત્યારબાદ અમદાવાદથી સોની વેપારીએ નાણાની ઉઘરાણી માટે અવાર નવાર ફોન કરતા બંન્ને ભાઈઓ બહાના બતાવી રહ્યા હતા અને થોડા દિવસો પછી બંન્નેએ ફોન સ્વીચ ઓફ કરી દીધા હતા.

આ પણ વાંચો..PM Foundation stone of IFSCA headquarters at Gift City: ગિફ્ટ સિટી 130 કરોડ ભારતવાસીઓને વૈશ્વિક અર્થવ્યવસ્થા સાથે જોડાવાની તક આપશે: પ્રધાનમંત્રી

આ ઉપરાંત લલિત અને દિનેશ બંન્ને ભાઈઓએ કોડીનારના સોની વેપારીઓ તથા ગામ અને પંથકના અન્ય લોકોના દાગીના લઈ લીધા બાદ પોતાની દુકાનને તાળા મારી દઈ ક્યાંક નાસી ગયા હતા. જેની જાણ તથા અને બંન્ને ભાઈઓનો સંપર્ક ન થતા અમદાવાદના વેપારી નિલેશભાઈએ આગેવાની લઈ છેતરપીંડીનો ભોગ બનનાર 18 જેટલા લોકોને સાથે રાખી કોડીનાર પોલીસમાં છેતરપીંડી કરનાર બંન્ને ભાઈઓ સામે અડધા કરોડની કિંમતના દાગીના લઈ વિશ્વાસઘાટ અને ઠગાઈ કર્યાની ફરીયાદ નોધાવી હતી.

Kodinar soni brothers: આ મામલામાં બંન્ને ભાઈઓએ અમદાવાદના વેપારીના રૂ.20 લાખના તથા અન્ય 18 લોકોના રૂ.35.55 લાખના મળી કુલ રૂ.55.56 લાખની કિંમતના દાગીનાની છેતરપીંડી કરી હોવાનું ફરીયાદમાં લોકોએ જણાવ્યુ છે. આ ફરીયાદને ગંભીરતાથી લઈ કોડીનાર સીટી પીઆઈ એ.એમ. મકવાણા, પીએસઆઈ એ.ડી. ધાધલએ સ્ટાફના ઠગાઈ કરી નાસી ગયેલ ભાઈઓને શોધવા તપાસ હાથ ધરી હતી. જેમાં લલીત અને દિનેશ લોઢીયા બંન્નેને રૂ.16.20 લાખના દાગીના સાથે ઝડપી પાડેલ હતા.

Gujarati banner 01