nature club dharna

Lakhota nature club demand: જામનગર રણમલ તળાવમાં પક્ષીઓના મોત ની તપાસ કરવા લાખોટા નેચર કલબ ની માંગ.

Lakhota nature club demand: આ પૂર્વે પણ આ પ્રકારના બનાવો બન્યા છે ત્યારે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૦૪ ઓગસ્ટ
: Lakhota nature club demand: જામનગર એ જૂજ ગૌરવવંતા શહેર માનું એક છે જેને શહેર મધ્યમાં વિશાળ તળાવ મળ્યું હોઈ, રાજાશાહી સમય ની દુરંદેશી અને મહાનગરપાલિકા ના બ્યુટીફીકેશન ના પ્રયાસો થી આજે આ રણમલ તળાવ જામનગર ની દેશ વિદેશ માં ઓળખ બની ચૂક્યું છે.

માટે ભૌગોલિક દ્રષ્ટિ એ જ નહીં પણ પર્યાવરણ ની દ્રષ્ટિ એ પણ રણમલ તળાવ નું અનેરું મહત્વ છે અહીં મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ આવે છે અને એક સર્વે મુજબ અહીં 150 થી વધુ પ્રજાતિના પક્ષીઓ નોંધાયા છે,ત્યારે તાજેતરમાં અહીં પક્ષીઓના મોત ની ઘટના ખુબજ શર્મજનક ઘટના કહી શકાય.

આ પણ વાંચો…Lokgeet odhaji: લોકગીત “ઓધાજી” એક નવા રંગ સાથે વાંસળીના સુર-તાલે ચેતન રાઠોડે કંડાર્યુ

લાખોટા નેચર કલબ આ 35 થી વધુ તીલયાળી બતક ના મોત ની ઘટના ને સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે અને આ મોત નું યોગ્ય કારણ જાણી આ પ્રકાર ની ઘટના ના બને તેવી તંત્ર ને અપીલ પણ કરે છે,

Lakhota nature club demand

આ પૂર્વે પણ લાખોટા નેચર કલબ દ્વારા પાછલા તળાવમાં અવારનવાર બનતી પક્ષીઓના શિકાર ની ઘટના અને અહીં આજુબાજુ આવેલી હોસ્પિટલમાંથી બાયો મેડિકલ વેસ્ટ તળાવમાં નાખવા માં આવતા અંગે તંત્ર નું ધ્યાન દોરવામાં આવ્યું હતું, અહીં આવતા લોકો દ્વારા અખાદ્ય ખોરાક પક્ષીઓને મનાઈ હોવા છતાં આપવામાં આવે છે તે પણ બંધ કરવા અપીલ કરવામાં આવે છે.

તંત્ર તળાવ માં થયેલા બતકો ના મોત અંગે પોસ્ટમોર્ટમ કરાવી તેનું કારણ જાણી આ પ્રકારના બનાવ હવે ના બને તે માટે લાખોટા નેચર કલબ દ્વારા માંગણી કરવામાં આવી છે.

Whatsapp Join Banner Guj