gabbar light show

Laser light and sound on Gabbar: અંબાજીના ગબ્બર પર્વત ઉપર લેઝર લાઈટ એન્ડ સાઉન્ડનું આયોજન

Laser light and sound on Gabbar: અંબાજીના ગબ્બર પર્વત ઉપર અંદાજે રૂપિયા 13.25 કરોડના ખર્ચે લેઝર લાઈટ એન્ડ સાઉન્ડનું આયોજન , ગબ્બર પર્વત ઉપર લેઝર લાઈટ દ્વારા સમગ્ર ફિલ્મ સ્વરૂપે પ્રોજેક્ટરથી શૉ બતાવવામાં આવશે

  • Laser light and sound on Gabbar: લેઝર લઈટ દ્વારા ગબ્બર પર્વત ઉપર પ્રકાશ પાડી સમગ્ર ફિલ્મ સ્વરૂપે પ્રોજેક્ટ થી શૉ બતાવવામાં આવશે
  • યાત્રાધામની સાથે પ્રવાસન ધામ તરીકે વિકસે ને વધુ માં વધુ પ્રવાસીઓ આવા સ્થળોની મુલાકાત લે તેવા પ્રયાસો હાથ ધર્યા
  • શ્રદ્ધાળુઓને વિવિધ દેશોમાં સ્થાપિત 51 શક્તિપીઠ સ્થળોના એક સાથે એક જ જગ્યાએ ને એક જ સમય દર્શન થાય તેવું સ્થળ બનવાવામાં આવ્યું

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 04 માર્ચ
: Laser light and sound on Gabbar; રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં સ્થાપિત ધાર્મિક સ્થાનોને યાત્રાધામની સાથે પ્રવાસન ધામ તરીકે વિકસે ને વધુ માં વધુ પ્રવાસીઓ આવા સ્થળોની મુલાકાત લે તેવા પ્રયાસો હાથ ધર્યા છે જેમાં ખાસ કરીને શક્તિપીઠ અંબાજીના ગબ્બરગઢની તળેટીમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈચ્છા અનુસાર શ્રદ્ધાળુઓને વિવિધ દેશોમાં સ્થાપિત 51 શક્તિપીઠ સ્થળોના એક સાથે એક જ જગ્યાએ ને એક જ સમય દર્શન થાય તેવું સ્થળ બનવાવામાં આવ્યું છે અને હવે અંબાજીના ગબ્બર પર્વત ઉપર અંદાજે રૂપિયા 13.25 કરોડના ખર્ચે લેઝર લઈટ એન્ડ સાઉન્ડનું આયોજન હાથ ધર્યું છે.

Laser light and sound on Gabbar

માં અંબા ના મૂળ સ્થાન ગણાતા ગબ્બરગઢ ઉપર દેશ વિદેશમાં સ્થાપિત 51 શક્તિપીઠો ની મહિમા અને માહાત્યમ સચિત્ર ને સાઉન્ડ સાથે સમજાવા મોટું આયોજન કર્યું છે ગબ્બરગઢ ઉપર ન જઈ શકનાર તેમજ 51 શક્તિપીઠ મંદિરોની પરિક્રમા ન કરી શકે તેવા ભક્તોને માં અંબા ની ઉત્પત્તિ સાથે 51 શક્તિપીઠો ની ઉત્પત્તિ ની ઐતિહાસિક ગાથા મનોરંજનના માધ્યમ થી મળી શકે તે માટે ગબ્બર પર્વત ઉપર લેઝર લઈટ એન્ડ સાઉન્ડ શૉ નું આયોજન હાથ ધરાયુ છે હાલ તબક્કે આની તૈયારીઓ અંતિમ ચરણ માં જોવા મળી રહી છે જેનુ ટેસ્ટીંગ કરાઈ રહ્યુ છે .

લેઝર લઈટ દ્વારા ગબ્બર પર્વત ઉપર પ્રકાશ પાડી સમગ્ર ફિલ્મ સ્વરૂપે પ્રોજેક્ટ થી શૉ બતાવવામાં આવશે જે આગામી એપ્રિલ 2022 દરમિયાન ખુલ્લું મુકવાની પણ શક્યતાઓ જોવા મળી રહી છે આ પ્રોજેક્ટ માં 6 વિડિઓ અને લેઝર સિસ્ટમ, 2 લેઝર પ્રોજેકટર અને એક વાઈટ લેઝર અને ઓડીઓ સિસ્ટમ નો ઉપયોગ કરાશે આ પ્રોજેક્ટ ની 3 વર્ષ માટે જાળવણી અને મરામત માટે રૂપિયા 13 કરોડ ઉપરાંત નો ખર્ચ આકારવામાં આવ્યા હોવાનુ બનસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલ એ જણાવ્યુ છે

Laser light and sound on Gabbar

51 શક્તિપીઠ મંદિરોની પરિક્રમા ન કરી શકે તેવા ભક્તોને માં અંબા ની ઉત્પત્તિ સાથે 51 શક્તિપીઠો ની ઉત્પત્તિ ની ઐતિહાસિક ગાથા મનોરંજનના માધ્યમ થી મળી શકે છે.

આ પણ વાંચોExtended of TAT and HMAT Certificate : શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ કરી મોટી જાહેરાત, TAT અને HMATના પ્રમાણપત્રની મુદતમાં વધારો કરાયો

Gujarati banner 01