RTPCR test labi open in surat

Launch of RTPCR Lab at Mandvi Referral Hospital: માંડવીની રેફરલ હોસ્પિટલમાં રૂ.૫ કરોડના ખર્ચે નવનિર્મિત RTPCR લેબનો શુભારંભ

Launch of RTPCR Lab at Mandvi Referral Hospital: સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે અદ્યતન લેબને ખુલ્લી મૂકવામાં આવી: પ્રતિદિન ૫૦૦ RTPCR ટેસ્ટ થઈ શકશે

અહેવાલ: પરેશ ટાપણીયા
સુરત, ૧૯ જાન્યુઆરીઃ
Launch of RTPCR Lab at Mandvi Referral Hospital: કોરોના મહામારીની ત્રીજી લહેરમાં માંડવી તાલુકામાં વધતા જતા કેસોને ધ્યાને લઇ માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે રૂ.૫ કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન સુવિધાયુક્ત RTPCR લેબોરેટરીને સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે ખૂલ્લી મુકવામાં આવી હતી. આ લેબ થકી માંડવી ખાતે રોજિંદા ૫૦૦ RTPCR ટેસ્ટ થઈ શકશે.

સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં આરટીપીસીઆર (RTPCT) ટેસ્ટિંગની સુવિદ્યા સિવિલ હોસ્પિટલમાં જ લેબ કાર્યરત છે. સ્થાનિક ગ્રામ્ય વિસ્તારની ગરીબ આદિવાસી પ્રજાએ કોરોનાના RTPCR ટેસ્ટ કરાવવા સુરત જવું પડતું હતું. જેથી રાજ્ય સરકારમાં સબળ રજૂઆત કરતા માંડવી રેફરલ હોસ્પિટલમાં રૂ.૫ કરોડની ગ્રાન્ટ ફાળવી લેબ શરૂ કરવામાં આવી છે.

Launch of RTPCR Lab at Mandvi Referral Hospital

અહીં ટેસ્ટિંગના જરૂરી સાધનો સાથે ૮ જેટલા લેબ ટેક્નિશિયનનો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે એમ સાંસદએ ઉમેર્યું હતું.

આ પણ વાંચો…Additional seating coach: મુંબઈ દિલ્હી વચ્ચે દોડતી આ ટ્રેનમાં હવે વધારાના સિટિંગ કોચ ઉપલબ્ધ થશે. જાણો વિગત

Gujarati banner 01