Legal Service Camp

Legal Service Camp: સુરેન્દ્રનગર ખાતે મેગા લીગલ સર્વિસ કેમ્પ યોજાયો

Legal Service Camp: સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પાન ઈન્ડિયા લીગલ અવેરનેસ એન્ડ આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત મેગા લીગલ સર્વિસ કેમ્પ યોજાયો

અહેવાલ: શિવરામ આલ
સુરેન્દ્રનગર, ૦૮ નવેમ્બર:
Legal Service Camp: સુરેન્દ્રનગર ડિસ્ટ્રીક્ટ કોર્ટ ખાતે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ (નાલ્સા) તથા રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે પાન ઈન્ડીયા અવેરનેસ એન્ડ આઉટરીચ કેમ્પેઈન મુજબ સુરેન્દ્રનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મેગા લીગલ સર્વિસ કેમ્પ યોજાયો હતો.

આ મેગા લીગલ સર્વિસ કેમ્પમાં (Legal Service Camp) જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવકના દાખલા, જાતિના દાખલા, નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર તથા જન સુવિધા કેન્દ્ર દ્વારા આપવામાં આવતા પ્રમાણપત્ર, વિધવા સહાય યોજના વગેરે જેવી નાગરિકો માટે જરૂરી સેવાઓ તથા પ્રમાણપત્રો કાઢી આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેક્સિનેશન તથા આરોગ્ય ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો…The President presented the Padma Awards: ભારતના રાષ્ટ્રપતિએ પદ્મ પુરસ્કારો એનાયત કર્યા

નોંધનીય છે કે, આ મેગા લીગલ સર્વિસ કેમ્પમાં જિલ્લાના અંદાજિત ૩,૯૫૦ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો.

આ પ્રસંગે પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ એસ.વી.પિન્ટો, જિલ્લા કલેક્ટર એ.કે.ઔરંગાબાદકર, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી એચ.એચ.ગુપ્તા અને વઢવાણ પ્રાંત અધિકારી અનિલ ગોસ્વામી સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Whatsapp Join Banner Guj