lord shiva

Mahadev vrat: સોમવારે શિવજીનું વ્રત કરવાથી થશે તમામ મનોકામના પૂર્ણ, પરંતુ આ વાતનું ખાસ ધ્યાન રાખજો!

Mahadev vrat:સોમવારે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટેના ઉપાયો

lord shiva

ધર્મ ડેસ્ક, 08 ફેબ્રુઆરીઃ સોમવારે ભગવાન શિવ અને ચંદ્રદેવનો દિવસ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર સોમવારે સાચા મનથી ભગવાન શિવની પૂજા કરવાથી પૂજા-અર્ચના કરવાથી તમામ દુખોમાંથી મુક્તિ મળે છે. તે ઉપરાંત આ દિવસે વ્રત (Mahadev vrat)કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

સોમવારે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટેના ઉપાયો

માનવામાં આવે છે કે, મહાદેવ એવા ભગવાન છે જે ભક્તોથી જલ્દી પ્રસન્ન થાય છે. સોમવારે કેટલાક કાર્ય કરવા વર્જીત હોય છે. તેને કરવા પર કષ્ટ આવી શકે છે. તો સોમવારે કેટલાક કાર્ય ખૂબ જ શુભ માનવામાં આવે છે. જાણો સોમવારથી કયાં કાર્ય કરવા અને કયા ન કરવા.

Whatsapp Join Banner Guj
  • સોમવારે સવારે વહેલા ઉઠીને શિવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. એવુ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે.
  • સોમવારે વ્રત રાખવાથી મનુષ્યની તમામ મનોકામનાઓ પૂર્ણ છાય છે.
  • સોમવારે માથા પર ભસ્મનું તિલક લગાવુ જોઈએ. એવુ કરવાથી શિવજીની કૃપા તમારી પર બની રહે છે.
  • સોમવારે શિવજીની મૂર્તિ અથવા ફોટા પાસે દીપક રાખવો જોઈએ. એવુ કરવાથી કષ્ટ દુર થાય છે.
  • સોમવારે રોકાણ કરવુ શુભ મનાય છે. તેમજ ગૃહ નિર્માણ કાર્યની શરૂઆત કરવી પણ શુભ મનાય છે.
Whatsapp Join Banner Guj

આ કાર્ય ન કરો

  • સોમવારે ભૂલથી પણ ઉત્તર, પૂર્વ અને અગ્નિ દિશામાં યાત્રા ન કરવી જોઈએ.
  • સોમવારે કોઈને પણ અપશબ્દ ન બોલવા જોઈએ.
  • સોમવારે બપોરે સૂવુ અશુભ મનાય છે.
  • આ દિવસે કોઈને સફેદ વસ્ત્ર કે દૂધનુ દાન ન કરવુ જોઈએ.
  • સોમવારે માંસ-મદિરાનું સેવન ન કરવું જોઈએ.

આ પણ વાંચો…

આજે ગૃહમંત્રી(Home minister) અમિત શાહ સહિત મનીષ સિસોદિયા સહિત ઔવેસી અમદાવાદની મુલાકાતે, શાહ પ્રદેશ નેતાઓ સાથે યોજી શકે છે બેઠક