Cororna update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 17 જિલ્લામાં એક પણ કેસ નહીં, રાજ્યમાં હાલ ૨,૩૭૯ એક્ટિવ કેસ તો 24 દર્દી વેન્ટિલેટર પર

Cororna update:એપ્રિલ બાદ પ્રથમવાર અમદાવાદ જિલ્લામાં એક્ટિવ કેસનો આંક ૧ હજારથી નીચે ગયો

Coronavirus SARS CoV 2 de CDC en Unsplash

ગાંધીનગર, 08 ફેબ્રુઆરીઃ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે,રાજ્યમાં અગાઉ ૨૪ કલાકમાં કોરોના(Cororna update)ના ૨૪૪ નવા કેસ નોંધાતા હતા. વધુ રાહતની વાત એ છે કે, છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના ૧૭ જિલ્લા અને ૧ મહાનગર-ભાવનગરમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. આ ઉપરાંત એપ્રિલ બાદ પ્રથમવાર અમદાવાદ જિલ્લામાં એક્ટિવ કેસનો આંક ૧ હજારથી નીચે ગયો છે. રાજ્યમાં હાલ ૨,૩૭૯ એક્ટિવ કેસ છે જ્યારે ૨૪ દર્દી વેન્ટિલેટર પર છે.

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના જે જિલ્લામાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા તેમાં ૭૫ સાથે વડોદરા મોખરે હતું. વડોદરા શહેરમાંથી ૬૪-ગ્રામ્યમાંથી ૧૧ કેસનો સમાવેશ થાય છે. અમદાવાદમાંથી ૫૩ નવા કેસ નોંધાયા હતા. જોકે, અમદાવાદ ગ્રામ્યમાં એકપણ નવો કેસ નોંધાયો નહોતો. સુરત શહેરમાંથી ૩૦-ગ્રામ્યમાંથી ૨ સાથે ૩૨, રાજકોટ શહેરમાંથી ૩૫-ગ્રામ્યમાંથી ૭ સાથે ૪૨ કેસ સામે આવ્યા હતા. આ સાથે જ કુલ કેસનો આંક અમદાવાદમાં ૬૧,૪૨૮-સુરતમાં ૫૨,૭૧૮-વડોદરામાં ૨૮,૫૫૨ જ્યારે રાજકોટમાં ૨૨,૫૧૬ છે.

Whatsapp Join Banner Guj

અન્ય જિલ્લાઓ કે જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં ૮ સાથે ગાંધીનગર, ૭ સાથે મહેસાણા,૬ સાથે જામનગર, ૫ સાથે કચ્છ, ૪ સાથે આણંદ, ૩ સાથે સાબરકાંઠા, ૨ સાથે જુનાગઢ-ખેડા-ગીર સોમનાથ, ૧ સાથે મોરબી-અમરેલી-મહીસાગરનો સમાવેશ થાય છે.

છેલ્લા ૨૪ કલાકમાં એકમાત્ર મૃત્યુ અમદાવાદમાંથી નોંધાયું હતું. રાજ્યમાં કોરોનાથી કુલ મરણાંક હવે ૪,૩૯૫ છે. જે જિલ્લામાં કોરોનાથી વધુ મૃત્યુ થયા છે તેમાં ૨,૨૯૯ સાથે અમદાવાદ-૯૭૬ સાથે સુરત અને ૨૪૦ સાથે વડોદરાનો સમાવેશ થાય છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૧૧૮, વડોદરામાંથી ૧૦૪, રાજકોટમાંથી ૫૨, સુરતમાંથી ૩૧ એમ રાજ્યભરમાંથી કુલ ૩૫૫ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૨,૫૬,૬૭૦ દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ ૯૭.૪૩% છે. ૬ ફેબુ્રઆરીની સ્થિતિએ ગુજરાતમાં કુલ ૧.૧૦ કરોડ ટેસ્ટ થયા છે જ્યારે ૨૯૬૪૯ વ્યક્તિ હજુ ક્વોરેન્ટાઇન હેઠળ છે. નોંધનીય છે કે, શરુઆત કરતા અત્યારે લોકોમાં જાગૃતિ આવી છે, અને તેથી જ કોરોના કેસમાં પણ ઘટાડો નોંધાઇ રહ્યો છે.

આ પણ વાંચો…

Mahadev vrat: સોમવારે શિવજીનું વ્રત કરવાથી થશે તમામ મનોકામના પૂર્ણ, પરંતુ આ વાતનું ખાસ ધ્યાન રાખજો!