Andolan

ભાગ–04 આંદોલન (Andolan): જરૂરિયાત કે પછી અંગત લાભ ???

ખેડૂતોના આ આંદોલનનો (Andolan) અંત ક્યારે આવશે? પણ જે હોય એ જલ્દી આનો સુખદ અંત આવે તો સારું છે. પણ વિચારવાની વાત તો એ છે કે શું ખરેખર આ આંદોલન ની જરૂર છે ખરી?

(Andolan) ભારત એક ખેતી પ્રધાન દેશ છે. ખેતી પ્રધાન એટલે કે જ્યાં ખેતીને પ્રથમ પ્રાધાન્ય અપાતું હોય. ખેતીની વાત આવે એટલે તે ખેડૂત સાથે જોડાય જાય છે. ખેડૂત એટલે કોણ? જગત નો તાત, વિશ્ચનો અન્નદાતા,માણસની પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડનાર. આમ ઘણાં અલગ અલગ ઉપનામોથી ઓળખાય છે આ ખેડૂત. ફક્ત ઓળખાય છે એવું જ નથીં, પરતું એ એના ઉપનામો સાથે યોગ્ય અને સચોટ પણ છે, કે જે સમગ્ર પૃથ્વી પરના માણસો ને જીવનની પ્રાથમિક જરૂરિયાત માની એક અન્ન છે એ ખૂબ પરિશ્રમ કરીને પૂરી પાડે છે.

Banner Pooja

હાલ આ ખેડૂત દેશ લેવલે ખૂબ ચચાઁ નો વિચાર બનીને રહ્યો છે. કોઈ ખેડૂતની નાદાની ની વાત કરે છે, તો કોઈક ખેડૂતની મહેનતની વાત કરે છે, કોઈ ખેડૂતના મહત્વની વાત કરે છે, તો કોઈ ખેડૂતના ન્યાન અન્યાયની વાત કરે છે. લોકો પોતાના વિચારો પ્રમાણે અલગ અલગ મંતવ્યો આપે છે. પણ એક નજર આ વાત પર નાખીએ તો મનમાં પ્રથમ પ્રશ્ર્ન એ ઉઠશે કે કેમ આ ખેડૂત આજે આટલો મોટો ચચાઁ નો વિષય બન્યો છે?

તો એનો ઉત્તર એ છે કે સરકાર ધ્વારા ખેતીના સંબંધ માં ત્રણ કાયદા લાગું કયાઁ છે. જેમાં દેશના ખેડૂતોને એવું લાગી રહ્યું છે કે એ કાયદો લાગુ થવાથી ભારત ના ખેડૂત અને સાથે સાથે આમ જનતાને પણ ખુબ મોટું નુકશાન થશે. તો બીજી તરફ સરકાર એવો દાવો કરે છે કે, આ કાયદાઓથી ખેડૂતોને નુકશાન નહિ પણ લાભ થશે. ભારતમાં સૌથી વધારે ખેતી પંજાબ અને હરિયાણા રાજ્યમાં થાય છે.

Whatsapp Join Banner Guj

તેથી આ લાગુ કરેલ કાયદા ને ધ્યાનમાં રાખીને તેનો વિરોધ કરવાની શરૂઆત આ બંને રાજ્યથી જ થઈ. વિરોધમાં આ ખેડૂતો એવું જણાવે છે કે, આ લાગુ કરેલ કાયદાને હટાવીને અમે કહીએ એ રીતે કાયદો લગાવો. પણ ખેડૂતોની આ માંગણી સામે સરકાર નમવા તૈયાર નથી, કારણ કે જો સરકાર આ કાયદાને અમલ માં ના મૂકે અને પાછો ખેચે તો ઉપાદી સરકાર માટે જ વધી શકે, કારણ કે અગાઉ પણ અમુક એવા કેટલાક કાયદા સરકારે અમલ માં મુક્યાં છે, જેનો દેશની જનતા એ જામીને વિરોધ કર્યો છે. છત્તા પણ સરકારે તે કાયદા અમલ માં મુક્યાં છે.

andolan

એનું કારણ એ કે જ્યારે સંવિધાન ની રચના કરવામાં આવી હતી તે દરમિયાન એવો નિર્ણય લેવાયો હતો કે, સરકાર જો કોઈ કાયદો અમલ માં મૂકે, અને તેનાથી કોઈને કઈ તકલીફ કે નુકશાન જેવું હોય તો તે કાયદામાં સુધારા-વધારા કરીને તેમાં ફેરફાર કરી શકાય. પણ તેને પાછો ખેચી કે નાબુદ કરી શકાય નહિ. આજ કારણ થી સરકાર અમલ માં મૂકેલો કાયદો નાબૂદ કરી શકતી નથી. એનું બીજું કારણ એ પણ છે કે, ભારતના અમુક જૂથોની સાથે સાથે આપણા પાડોશના દેશો પણ અંગત લાભના કારણે ઘણાં એવા કાયદાઓને રદ્ કરવાની માંગ ઊભી કરી શકે.

જેથી સરકાર દુવિધા માં મુકાઈ. જવાદો જે હોય તે આપણે અત્યારની વાત કરીએ, ખેડૂતો હાલ જે પ્રદર્શન કરી રહ્યા છે તેની. આ પ્રદર્શન માં ખેડૂતો સાથે જે લોકો છે તેમાં અમુક લોકો એવા છે જે હકીકત માં તેમની સાથે છે, જ્યારે અમુક એવા છે જે ખેડૂતોની સાથે રહીને તેમની આ સમસ્યા ની આડ માં પોતાના રાજકીય રોટલા શેકી રહ્યાં છે. જેની તરફ તો કદાચ કોઈક ની જ નજર જતી હશે.

Andolan

ખેડૂતો એ આ પ્રદર્શનમાં અનેક રીતે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો, અને દેશના દરેક લોકો આ પ્રદર્શન માં ખેડૂતો સાથે હતા. પરંતુ 26 મી જાન્યુઆરીએ ખેડૂતોનાં આ પ્રદર્શને આંદોલન નું (Andolan) રૂપ ધારણ કયુઁ. તે આંદોલન માં ઘણું ઘણું એવું થયું હતું, જેનો વિચાર કોઈએ કદી સપનામાં પણ નઈ કયોઁ હોય.એ દિવસે ખેડૂતોએ પ્રજાસત્તાકદિન હોવાથી સરકાર પાસે ટ્રેકટર રેલી કાઢવાની માંગ કરી. સરકારે તેમને ટ્રેકટરરેલી ની મંજુરી આપી. પણ મંજૂરી ની સાથે સાથે તેમને સમય અને સ્થળ આપવામાં આવ્યું હતું જેથી કઈ સમસ્યા ઊભી ના થાય.ખેડૂતોએ જણાવ્યુ હતું કે તેઓ શાંતિ પૂર્ણ રીતે આ રેલી કાઢશે.

પણ બનવા જોગ બન્યું એવું કે ખેડૂતોએ એમને આપેલા સમય પહેલાં જ એમની રેલી શરૂ કરી દીધી અને તે રેલીએ ધીરે ધીરે ખૂબ જ હિંસક રૂપ ધારણ કરી લીધું. દરેક જગ્યાએથી ખેડૂતોની ભીડ એકસાથે ઉમટી પડી હતી. તેમણે ખૂબ જ હિંસા કરવાનો પ્રયાસ કર્યો હતો, સામે પોલીસતંત્ર આખું હચમચી ઉઠ્યું હતું કારણ કે કોઈ એ પણ આવી કલ્પના નતી કરી કે ખેડૂતોની આ ટ્રેકટર રેલી આટલું ભયંકર આંદોલન નું રૂપ ધારણ કરશે. તે રેલી શાંતિ પૂર્ણ રીતે કાઢવાની વાત થઈ હતી, પરંતુ તેમાં શાંતિ સિવાય બધુ જ હતું. તેઓ તલવાર, હોકીસ્ટીક,લાકડીઓ જેવા હથિયારો સાથે લઇને રેલીમાં આવ્યા હતાં.

વળી ટ્રેકટર રેલી માં આ હથિયારોનું શું કામ હોય? અને તેમણે વાત ટ્રેકટર રેલી કાઢવાની કરી હતી,જેમાં ત્યાં ટ્રેકટરો તો વધું સંખ્યામાં હતા જ નઈને? તેઓ પોલીસ ઉપર આડેધડ વાર કરતાં જઈને આગળ વધ્યા. તેઓ જેમતેમ મારપીટ કરીને કેટલાય પોલીસકમીઁઓને ઘાયલ કયાઁ . એટલું જ નહિ પણ તેઓએ પોલીસ કમીઁઓ ઉપર ટ્રેકટર ચઢાવાની પણ કોશિશ કરી અને પેરામેટ્રિક ફોસઁની બસો ઊપર હુમલો કયો.

પોલીસતંત્ર એ સામે કઈ પણ પગલુ ભયાઁ વગર તેમને અટકાવ વાની પૂરી કોશીશ કરી પણ તેઓ ટસ થી મસ ના થયા અને પોલીસ ઉપર વાર કરતાં જઈને આગળ વધ્યા.પરંતુ પોલીસ કમીઁઓેએ તેમના આવા વતઁન પછી પણ કોઈ એક્શન લીધું નહિ, કારણ કે તેમને કઈ પણ પગલું ભરવા માટે ઉપરથી કોઈ મંજૂરી મલી નહતી, અને બીજી વાત એ કે તેમની સામે એ લોકો હતા જેમના લીધે દેશના દરેક ઘરમાં કોઈ ભૂખ્યું નથી રેતું. તેમણે પોલીસ દ્વારા વારંવાર આપવામાં આવેલા સંકેતો ધ્યાનમાં લેતાં આગળ વધ્યા. તેઓ જેમ જેમ આગળ વધ્યા તેમ તેમ આ આંદોલન વધુ ને વધુ ઉગ્ર બનતું ગયું.

તેઓનો ઉદેસ્ય ફક્ત લાલકિલ્લા ની અંદર પ્રવેશવાનો હતો. અને તેમાં એ લોકો સફળ પણ રહ્યાં. કેટલાય પોલીસ કમીઁઓને ગંભીર રૂપથી ઘાયલ કરીને તેઓ લાલકિલ્લાની અંદર પ્રવેશ્યા. અંદર પ્રવેશીને તેઓએ ત્યાં જે પોલીસકમીઁઓ હતાં તેમણે તેમના ઉપર હુમલો કરીને તેમને ઘાયલ કયાઁ, પછી તેમાના અમુક લોકો લાલકિલા ના ઉપર જ્યાં આપણા દેશનો રાષ્ટ્રધ્વજ લહેરાતો હતો ત્યાં ચઢી ગયાં.

Andolan

ત્યાં ચઢીને તે લોકોએ રાષ્ટ્રધ્વજ ને ઊતારી દીધો અને ત્યાં લેસરી રંગનો ધ્વજ લહેરાવ્યો. એ લોકો નું આવું કરવું કેટલી હદે યોગ્ય હતું? તેમના આ પગલાંથી દેશભર ની જનતા ખૂબ જ રોષે ભરાઈ હતી., અને જે જનતા અત્યાર સુધી એમની સાથે હતી એ અવે તેમની તરફેણ માં થઈ ગઈ હતી.અને આવું થવું પણ યોગ્ય છે, કારણ કે જે કંઈ પણ તે ખેડૂતોએ કયુઁ તેનાથી દેશ નું અને તિરંગા નું ઘણું મોટુ અપમાન થયું છે.

એમના આ આંદોલન માં (Andolan) 26 થી વધું જેટલા પોલીસ કમીઁઓ ઘવાયા હતાં. આટલું આટલું થયા પછી પણ ઘણા લોકો એવા છે જે આ બધું થવા પાછળ પોલીસતંત્ર નથી ભૂલો કાઢે છે, ખરેખર સાચી વાત છે.ભૂલ પોલીસતંત્ર ની જ કહેવાય નઈ? કે તેમણે ખેડૂતો ઉપર વિશ્વાસ કરીને તેમને આ રેલી કાઢવાની છુટ આપી.જો તેમણે છુટ ના આપી હોતી તો પણ તેમની જ ભૂલ કાઢવામાં આવતી.

આટલું થયા પછી અમુક સૂત્રોથી એવી જાણકારી મળી રહી છે કે આ બધું કરવા માટે ખેડૂતો ને ભડકાવવામાં આવ્યાં હતાં, તેમની કાનભંભેરણી કરવામાં આવી હતી. ખેડૂતો જે જગ્યા એ પોતાના તંબુ બનાવીને રહેતાં હતાં, ત્યાંના લોકોએ પણ આવું થયા પછી ખેડૂતો ને ત્યાંથી પોતાના તંબુ હટાવી ચાલ્યાં જવા કહ્યું. અને આ વાતને લઇને પણ ઘણાં વિવાદો થયાં. ખેડૂતોએ આના પછી 6 ફેબ્રુઆરી એ દેશભરમાં ચકકા જામ કરવાનું એલાન કર્યું. ખેડૂતોના આ એલાન સાથે જ પોલીસકમીઁઓ એ દરેક જગ્યાઓએ સુરક્ષા માટે ની દરેક વ્યવસ્થાઓ કરી દીધી. પણ પોલીસકમીઁઓની આ સુરક્ષા માટેની વ્યવસ્થા માં પણ અમુક રાજકીય પક્ષો સાથે જોડાયેલા લોકો એ પ્રશ્નો ઉઠાવ્યાં.

આ પણ વાંચોચેક કરો – તમને નર્વસ (Nervous) બ્રેકડાઉન તો નથી ને ?

અને એવામાં જ પાડોશી દેશના અમુક એવા લોકો કે જેમને “ખેતી” શબ્દનો અર્થ પણ કદાચ નઈ ખબર હોય તેવા લોકો આ આંદોલન (Andolan) ઉપર અનેક એવી ટીકાઓ કરવા લાગ્યાં, અને ટ્વિટ કરીને પણ સરકાર ના વિરુદ્ધ એવા શબ્દોનો પ્રયોગ કરીને જનતાને ગુમરાહ કરવાની કોશિશ કરી હતી. 6 ફેબ્રુઆરીએ જ્યારે આ ચકકા જામ કરવામાં આવ્યું ત્યારે તેની કંઈ ખાસ અસર જોવા મળી નહીં. દિલ્હી, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ આ ત્રણ જગ્યાઓેને આ ચકકા જામથી અલગ રાખવામાં આવી હતી. આ ચકકા જામ દરમિયાન ટાયર સળગાવીને, અમુક રોડ જામ કરીને, નારા લગાવીને પ્રદશન કરવામાં આવ્યું હતું.

ખેડૂત આંદોલનના એક નેતાએ ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તેમનું આ ખેડૂત આંદોલન 2જી ઓકટોબર સુધી ચાલુ રહેશે. તેઓ સરકારના આ કાયદાને હટાવડાવીને જ રહેશે. ખબર નઈ ખેડૂતો ના આ આંદોલન નો અંત ક્યારે આવશે? પણ જે હોય એ જલ્દી આનો સુખદ અંત આવે તો સારું છે. પણ વિચારવાની વાત તો એ છે કે શું ખરેખર આ આંદોલન ની જરૂર છે ખરી? કે પછી ખેડૂતો ને આ કાયદા વિરુદ્ધ ભડકાવીને કોઈક બીજા જ પોતાના અંગત લાભ કઢાવવાં માંગે છે?

*ડિસ્કલેમર:આ લેખકનું પોતાના વિચાર છે.