Manish doshi

કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશી(Manish doshi)એ CM રૂપાણીને લખ્યો પત્રઃ રિપીટર વિદ્યાર્થીઓને પરીક્ષામાં રાહત આપવાની કરી માંગ- વાંચો વિગતે

ગાંધીનગર, 23 જૂનઃManish doshi: કોરોનાના વધતા કેસોના કારણે કેન્દ્ર તથા ગુજરાત સરકારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી. હવે પ્રશ્નએ હતો કે જે વિદ્યાર્થી ઘરે બેઠા પરીક્ષા આપવા માંગે છે. અથવા તો રિપીટર વિદ્યાર્થીઓને પણ પરીક્ષા આપવાને લઇને પ્રશ્નો ઉભા હતા.

દેશ-દુનિયાની ખબર તમારા મોબાઇલ પર મેળવવવા માટે અહીં ક્લીક કરો.

તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટેનું ટાઇમટેબલ જાહેર થયું છે. ત્યારે ગુજરાત કોગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષામાં રાહત આપવા માટે માંગ કરી છે. મનીષ દોશીએ મુખ્યમંત્રી વિજય રુપાણીને પત્ર લખ્યો છે. મનીષ દોશી(Manish doshi)નું કહેવું છે કે, રિપીટર છાત્રોને માસ પ્રમોશન અને માસ પ્રોગ્રેશન કેમ નહીં..!! નોંધનીય છે કે મનીષ દોશીએ ધોરણ 10 ના 3.80 લાખ અને ધોરણ 12 ના 1 લાખ 10 હજાર રિપીટર છાત્રોના લાભ માટે માંગણી પત્ર લખ્યો છે.

આ પણ વાંચોઃ Gujarat Corona Update: ગુજરાતે કોરોના 138 નવા કેસ નોંધાયા, 3 દર્દીના મોત નિપજ્યા