Manish doshi

ગુજરાતના કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. દોશી (Manish doshi)એ રાજ્યમાં મ્યુકરમાઈક્રોસીસના સામાન્ય – મધ્યમવર્ગ દર્દીઓને મફત સારવારની માંગ- વાંચો શું કહ્યું

સરકારની જાહેરાત મુજબ જે તે જગ્યાએ દર્દીના સ્વજનો લાઈનો લગાવે છે પણ ઈન્જેક્શન મળતા નથી: ડો. મનીષ દોશી(Manish doshi)

અમદાવાદ, 25 મેઃManish doshi: મંદી-મોંઘવારી-મહામારીમાં સપડાયેલા ગુજરાતમાં મ્યુકરમાઈક્રોસીસના સામાન્ય – મધ્યમવર્ગ દર્દીઓને મફત સારવારની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી(Manish doshi)એ જણાવ્યું હતું કે, ગુજરાતમાં મ્યુકરમાઈક્રોસીસના સૌથી વધુ દર્દીઓ સરકારી આંકડા મુજબ ૨૨૮૧ અને હકીકતમાં ૧૦,૦૦૦ જેટલા દર્દીઓ બ્લેક ફંગસમાં સપડાયા છે. મ્યુકરમાઈક્રોસીસની સારવાર માટેના ઇન્જેક્શન મોંઘાદાટ છે, એમ્ફોટેરિસીન બી ઇન્જેક્શન ના હવે રૂ. ૪૫૬૩ થી રૂ. ૫૯૫૦ ચૂકવવા પડશે. જેના ભાવ પહેલા રૂ. ૨૯૦૦ થી રૂ. ૩૩૦૦ હતા. એટલે કે ૧૫૭૩ રૂ. થી ૨૬૫૦ રૂ. જેટલો માતબર રકમનો વધારો ઝીંકાયો છે. સારવાર માટે દર્દી ને કુલ ૯૦ થી ૧૪૦ જેટલા ઈન્જેકશન આપવા પડી રહ્યાં છે. ઈન્જેક્શન માટે મનફાવે તેવા ભાવ, કાળાબજારીયાઓ – તકવાદીઓ લુંટી રહ્યાં છે. સરકાર રોજ નતનવી જાહેરાતો કરી રહી છે.

સરકારની જાહેરાત મુજબ જે તે જગ્યાએ દર્દીના સ્વજનો લાઈનો લગાવે છે પણ ઈન્જેક્શન મળતા નથી. રાજ્ય સરકારે જાહેર કરેલ નવા પરિપત્રમાં Amphotericin B Injection (Lyophilised) ઈન્જેક્શન રૂ. ૨૪૦માં મળશે પણ મ્યુકરમાઈક્રોસીસના દર્દીઓને જરૂરી Amphotericin B Injection (Lyposomal) ઈન્જેક્શનની કિંમત રૂ. ૪૭૯૨ થી રૂ. ૬૨૪૭ જેટલી છે, જે ઈન્જેક્શનો ક્યાંય પણ મળતા નથી. કેન્દ્રીયમંત્રી પણ વારંવાર ઈન્જેક્શન મળશે તેવી વાત કરે છે અને હવે આ ઈન્જેક્શન ૩૧મી તારીખ સુધી મળી જશે તેવી વાત કરે છે. રેમડેસિવિર હોય કે મ્યુકરમાઈક્રોસીસ માટેના ઈન્જેક્શન ભાજપ સરકારે ગુજરાતના દર્દીઓને ભગવાન ભરોસે છોડી દીધા છે અને કાળાબજારીયાઓ – સંગ્રાહખોરો બેફામ લુંટ ચલાવી રહ્યાં છે. સરકાર કેમ મૌન ?

Manish doshi

(Manish doshi)રાજસ્થાનની કોંગ્રેસ સરકારે મ્યુકરમાઈક્રોસીસની તમામ સારવાર સરકારી ખર્ચે મફત જાહેર કરી છે. જ્યારે ગુજરાતની ભાજપ સરકાર મ્યુકરમાઈક્રોસીસના દર્દીઓને ઈન્જેક્શન પણ ઉપલબ્ધ કરાવી શકતી નથી અથવા તો કરાવવા માંગતી નથી. કોર્પોરેશનના અધિકારીઓ તારીખ વગરની પ્રેસનોટ આપીને પ્રજાને ગુમરાહ કરવાનો AMC અધિકારીઓનો કિમિયો ફરી એક વખત ખુલ્લો પડી ગયો છે. રેમડેસિવિર બાદ એમ્ફોટેરીસીન બી ના ઇન્જેક્શનની પણ તારીખ વગરની પ્રેસનોટ જાહેર કરી. અગાઉ રેમડેસિવિર માટે પણ તારીખ વગર પ્રેસનોટ જાહેર કરાઇ હતી. પ્રેસનોટમા કેટલા ઇન્જેક્શનનો સ્ટોક AMC પાસે છે કેટલો સ્ટોક સરકાર પાસેથી મળ્યો છે તેની વિગત જણાવાઈ નથી. કેટલા દર્દીઓને AMC હોસ્પિટલમા ઇન્જેક્શન અપાય છે તે વિગતો પણ છુપાવાઇ રહી છે. ત્યારે રાજ્ય સરકાર જાહેરાતોને બદલે મ્યુકરમાઈક્રોસીસના દર્દીઓને મફત સારવાર ઉપલબ્ધ કરાવે.

ADVT Dental Titanium

રાજસ્થાનની કોંગ્રેસ સરકારે મ્યુકરમાઈક્રોસીસની તમામ સારવાર સરકારી ખર્ચે મફત જાહેર કરી છે. જ્યારે ગુજરાતની ભાજપ સરકાર મ્યુકરમાઈક્રોસીસના દર્દીઓને ઈન્જેક્શન પણ ઉપલબ્ધ કરાવી શકતી નથી અથવા તો કરાવવા માંગતી નથી. કોર્પોરેશનના અધિકારીઓ તારીખ વગરની પ્રેસનોટ આપીને પ્રજાને ગુમરાહ કરવાનો AMC અધિકારીઓનો કિમિયો ફરી એક વખત ખુલ્લો પડી ગયો છે. રેમડેસિવિર બાદ એમ્ફોટેરીસીન બી ના ઇન્જેક્શનની પણ તારીખ વગરની પ્રેસનોટ જાહેર કરી. અગાઉ રેમડેસિવિર માટે પણ તારીખ વગર પ્રેસનોટ જાહેર કરાઇ હતી. પ્રેસનોટમા કેટલા ઇન્જેક્શનનો સ્ટોક AMC પાસે છે કેટલો સ્ટોક સરકાર પાસેથી મળ્યો છે તેની વિગત જણાવાઈ નથી. કેટલા દર્દીઓને AMC હોસ્પિટલમા ઇન્જેક્શન અપાય છે તે વિગતો પણ છુપાવાઇ રહી છે. ત્યારે રાજ્ય સરકાર જાહેરાતોને બદલે મ્યુકરમાઈક્રોસીસના દર્દીઓને મફત સારવાર ઉપલબ્ધ કરાવે.

આ પણ વાંચો….

મ્યુકરમાયકોસિસ અને કોરોના સારવાર અંગે રાજ્ય સરકારે હાઈકોર્ટ(highcourt)માં દાખલ કર્યું સોગંદનામું, વાંચો શુ કહ્યું રુપાણી સરકારે..!