Gujarat high court Image

મ્યુકરમાયકોસિસ અને કોરોના સારવાર અંગે રાજ્ય સરકારે હાઈકોર્ટ(highcourt)માં દાખલ કર્યું સોગંદનામું, વાંચો શુ કહ્યું રુપાણી સરકારે..!

ગુજરાત સરકારે હાઈકોર્ટ(highcourt)માં 65 પેજના સોગંદનામામાં વિગતો રજૂ કરી

અમદાવાદ, 25 મેઃhighcourt મ્યુકરમાયકોસિસ અને કોરોના સારવાર અંગે રાજ્ય સરકારે હાઈકોર્ટ(highcourt)માં સોગંદનામું દાખલ કર્યું. 65 પેજના સોગંદનામામાં રાજ્ય સરકારે ઘણી વિગતો રજૂ કરી છે. જોકે મ્યુકરમાયકોસિસની સારવાર અંગે ઇન્જેક્શનના જથ્થા બાબતે રાજ્ય સરકારે મોટી સ્પષ્ટતા કરી છે. સોગંદનામામાં જણાવ્યું છે કે ઇન્જેક્શનનો જથ્થો કેન્દ્ર સરકારે પોતાના હસ્તક લીધો છે. હવે કેન્દ્ર સરકાર જેટલા ઇન્જેક્શન આપશે એટલા જ જથ્થો રાજ્યને મળી શકશે.

ગ્રામિણ વિસ્તારોમાં કોરોનાના ટેસ્ટિંગની સુવિધા બાબતે કોર્ટે આપેલા નિર્દેશોમાં પણ રાજ્ય સરકારે સોગંદનામા(highcourt)માં જવાબ રજૂ કર્યા છે. નારી સંરક્ષણ ગૃહ, બાળ સંરક્ષણ ગૃહ, રીમાંડ હોમ, વૃદ્ધાશ્રમ અને પાગલખાના જેવી જગ્યાઓમાં બંધ લોકોને તેમજ ત્યાં કામ કરતા લોકોને રસી આપવા માટે નિર્દેશો આપ્યા હોવાનું જણાવ્યું છે.

Whatsapp Join Banner Guj

રાજ્યમાં ઘાતક મ્યુકોરમાઇકોસીસનો કહેર વધતો જ જઈ રહ્યો છે. આ રોગના દર્દીઓનો સતત વધારો થઈ રહ્યો છે. માત્ર અમદાવાદ સિવિલમાં અત્યારે 600થી વધુ દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. ત્યારે બીજી તરફ દર્દીઓ વધતા ઓપરેશન માટે પણ વેઇટિંગ લીસ્ટ જારી કરી દેવામાં આવ્યું છે. જેમાં 140થી વધુ દર્દીઓ વેઇટિંગમાં છે.

સિવિલમાં તબીબો માર્યાદીત સંખ્યામાં છે બીજી તરફ બ્લેક ફંગસના દર્દીઓ વધુ છે. તેથી વેઇટિંગ લીસ્ટ જારી કરવું પડ્યું છે. ઇએનટી વિભાગના તબીબો રોજ રાઉન્ડ ધી ક્લોક 25થી 30 દર્દીઓની સર્જરી કરી રહ્યાં છે. અત્યાર સુધી 210 દર્દીઓની સર્જરી કરવામાં આવી છે. મ્યુકોરમાઇકોસીસના દર્દીઓની ઝડપી સર્જરી થઇ શકે તે માટે પાંચ ઓપરેશન થિયેટર ફાળવી તો દેવામાં આવ્યા છે. જેમાં તબીબો રાઉન્ડધી ક્લોક સર્જરી કરી રહ્યાં છે.

ADVT Dental Titanium

ગુજરાતમાં મ્યુકરમાઇક્રોસિસ માઝા મૂકી છે જેના કારણે દર્દીઓની સંખ્યા દિનપ્રતિદીન વધી રહી છે.  હાલની સ્થિતિમાં ફંગસથી પીડીત દર્દીઓના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેની સારવારમાં Amphotericin B(Lyophillised) ઇન્જેકશન કારગર સાબિત થઇ રહ્યું છે. આ ઇન્જેકશન દર્દીઓને સરળતાથી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા તમામ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા નક્કી થયેલ નીતિ પ્રમાણે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા મ્યુકરમાઇકોસિસના દર્દીઓને Amphotericin B(Lyophillised) ઇન્જેકશન સિવિલ હોસ્પિટલમાંથી પડતર કિંમતે મળી રહે તે માટેની તંત્ર દ્વારા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો…..

Foreign investment: ગુજરાત કોરોનાકાળમાં સતત બીજા વર્ષે વિદેશી રોકાણ આકર્ષવામાં દેશમાં પ્રથમ ક્રમે