118655632 c02821ed 1ce3 405c 9d26 0734226504e1

માલી(Mali)માં સૈન્ય અધિકારીઓએ વચગાળાની સરકારના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને રક્ષામંત્રીને બંધક બનાવ્યા, સરકાર બદલાવાના એંધાણ

નવી દિલ્હી, 25 મેઃ માલી(Mali)માં સૈન્ય અધિકારીઓએ સોમવારે વચગાળાની સરકારના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને રક્ષામંત્રીને બંધક બનાવી લીધા છે. આ રીતે દેશમાં ફરી એક વાર ઉથલ પાથલ સર્જાઈ છે. અહીં ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે દેશમાં સૈન્ય તખ્તાપલટ કરીને પૂર્વ રાષ્ટ્રપતિને પદેથી હટાવી દીધા હતા. આફ્રિકા મહાદ્વિપમાં સ્થિત માલીમાં હાલમાં જ નવી સરકારનું ગઠન થયુ હતું. દેશના ત્રણ સૌથી મહત્વના પદ પર બેઠેલા લોકોને ધરપકડ કરવા એ બતાવે છે કે, અહીં સૈન્ય તખ્તાપલટ થઈ રહ્યુ છે.

નોધનીય છે કે,(Mali) રાષ્ટ્રપતિ બાહ નવાદ, પ્રધાનમંત્રી મોક્ટાર ઓઉને અને રક્ષામંત્રી સોલેમેન ડૌકેરે તમામને રાજધાની બમાકો બહાર કાટીમાં સૈન્ય અડ્ડા પર લઈ જવામાં આવ્યા. આ ઘટનાના બે કલાકમાં પહેલા સરકારે પદને લઈને ફેરફાર કર્યો હતો. જેમાં સેનાના બે સભ્યોના પદ હટાવી દીધા. માનવામાં આવે છે કે, તખ્તાપલટ આ બે લોકોના હાથે થઈ શકે છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…..

ગુજરાતના કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. દોશી (Manish doshi)એ રાજ્યમાં મ્યુકરમાઈક્રોસીસના સામાન્ય – મધ્યમવર્ગ દર્દીઓને મફત સારવારની માંગ- વાંચો શું કહ્યું

ADVT Dental Titanium