Meru Shri Yantra

Meru Shri Yantra: મેરુ શ્રી યંત્ર ની 32 કિલો ની પ્રતિકૃતિ આજે શક્તિપીઠ અંબાજીધામે પહોંચી

Meru Shri Yantra: મેરુ શ્રી યંત્ર ની 32 કિલો ની પ્રતિકૃતિ આજે 17 માં દિવસે 17 રાજ્ય માં 17 મંદિરો ની યાત્રા પૂર્ણ કરી આજે શક્તિપીઠ અંબાજીધામે પહોંચી

અહેવાલઃ કિષ્ણા ગુપ્તા

અંબાજી, 06 મેઃ Meru Shri Yantra: યાત્રાધામ અંબાજી ખાતે આવનારા ટુંક સમયમાં વિશ્વનું સૌથી મોટું મેરુ શ્રી યંત્ર સ્થાપિત થનાર છે. આ મેરુ શ્રી યંત્ર પંચધાતુ માંથી 2200 કિલોનું જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા બનાવામાં આવી રહ્યું છે ને આ શ્રી યંત્ર ના નિર્માણ કાર્ય માં કોઈ વિઘ્ન ન આવે તે માટે જય ભોલે ગ્રુપ દ્વારા ચાર ધામ અને ચાર મઠ ની યાત્રા શરુ કરી હતી. જેમાં આ બનનારા મેરુ શ્રી યંત્ર ની 32 કિલો ની પ્રતિકૃતિ લઇ યાત્રા પ્રારંભી હતી જે આજે 17 માં દિવસે 17 રાજ્ય માં 17 મંદિરો ની યાત્રા પૂર્ણ કરી આજે શક્તિપીઠ અંબાજીધામે પહોંચ્યા હતા.

જ્યાં બનાસકાંઠા જિલ્લા કલેકટર વરુણ બરનવાલે તેમજ અંબાજી મંદિર ના વહીવટદાર સીદ્ધી વર્મા એ આ મેરૂશ્રી યંત્ર ની પૂજા અર્ચના કરી યંત્ર ને અંબાજી મંદિર ના ગર્ભગૃહ માં દર્શન કરાવી પૂજા કરવામાં આવી હતી ને માતાજી ની ગાદી ઉપર પણ ભટ્ટજી મહારાજ દ્વારા પૂજા કરાઈ હતી.

દિપેશભાઈ પટેલ (આયોજક,જ્ય ભોલે ગ્રુપ)અમદાવાદ એ જણાવ્યુ હતુ કે આ 2200 કિલો નું શ્રી યંત્ર બની રહ્યું છે તેને હજી બે થી ત્રણ મહિના નો સમય લાગશે ને ત્યાર બાદ તે વિશાળકાય યંત્ર ને અંબાજી લાવી મંદિર માં સ્થાપિત કરવામાં આવશે.

જોકે જિલ્લા કલેકટર ના જણાવ્યા મુજબ આજે 17 માં દિવસ ની પરિક્રમા પૂર્ણ કરી જ્યભોલે ગ્રુપ ના સભ્યો યંત્ર ની પ્રતિકૃતિ લઈને આજે અંબાજી પહોંચ્યા છે ને મૂળ યંત્ર સ્થાપિત થશે ત્યારે એ યંત્ર વિશ્વ નું સૌથી મોટું યંત્ર અંબાજી ખાતે જોવા મળશે જે અંબાજી માટે એક ઐતિહાસિક બાબત ગણી શકાય.

આ પણ વાંચો… Doha Diamond League: દોહા ડાયમંડ લીગમાં ભારતનો ડંકો, નીરજ ચોપરાએ મેળવી જીત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો