Screenshot 20200701 174845 1

વધતા કેસને લઇ શિક્ષણ વિભાગ(Education Department) લીધો મોટો નિર્ણયઃ 10 એપ્રિલ સુધી 8 મહાનગરોમાં શાળા-કોલેજો બંધ

Education Department

ગાંધીનગર, 18 માર્ચઃ કોરોના સંક્રમણને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. શિક્ષણ મંત્રી(Education Department) ભુપેન્દ્ર સિંહ ચુડાસમમાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. શિક્ષણ મંત્રીએ આ અંગે સરકારનો નિર્ણય જણાવતાં કહ્યું કે, 10 એપ્રિલ સુધી તમામ પરીક્ષાઓ મોકૂફ રહેશે. પરીક્ષાનો કાર્યક્રમ નવેસરથી રજૂ કરાશે. આ ઉપરાંત પીજીના તમામ પ્રેક્ટિલ ચાલુ રહેશે.

રાજ્ય સરકાર(Education Department) દ્વારા 10 એપ્રિલ સુધી શાળા-કોલેજોમાં ઑફલાઇન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે 8 મહાનગરોની શાળા-કોલેજોમાં ફક્ત ઑનલાઇન શિક્ષણ જ ચાલુ રાખવામાં આવશે. કોરોનાના વધતા જતા કેસોને પગલે સ્કૂલ-કોલેજો ખોલવાથી લઈને આજથી કોલેજોમાં પરીક્ષાઓ પણ શરૂ થઈ છે. સરકારે સ્કૂલો ખોલવાનો આદેશ કર્યો હોવાથી મનપા કેસો વધી રહ્યાં છે છતાં પણ સ્કૂલ-કોલેજો બંધ કરાવવાનો આદેશ કરી શકી નથી.

ADVT Dental Titanium

આજે શિક્ષણ વિભાગની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં આગામી 10મી એપ્રિલ સુધી તમામ શૈક્ષણિક કાર્ય ઓનલાઈન કરવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યમાં કેસો વધતાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. તમામ ધોરણના છાત્રોને ઓનલાઈન ભણાવવામાં આવશે. કોરોના વકરતાં સ્કૂલ અને કોલેજોમાં શિક્ષણકાર્ય બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. પ્રાથમિક સ્કૂલમાં બાળકો એકસાથે ભણતાં તેમજ મસ્તી કરતાં હોય છે, ત્યારે જો કોઈ એકમાં પણ કોરોનાનાં લક્ષણો જણાય તો અન્ય પણ સંક્રમણનો ભોગ બની શકે છે એવો ડર હવે વાલીઓમાં વધી રહ્યો હતો અને એ જ કારણે સ્કૂલ ચાલુ થતાં શરૂઆતમાં 60 ટકા જેટલા વિદ્યાર્થીઓ ઓફલાઈન શિક્ષણ માટે સ્કૂલે આવતા હતા.

બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં કોરોનાના સંક્રમણને રોકવા માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં એક મહિના પહેલા શરુ થયેલી સ્કૂલો અને કોલેજો બંધ રાખવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પહેલા 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો ખોલવામાં હતી. જેને પગલે ધોરણ 10 અને 12, પીજી અને છેલ્લા વર્ષના કોલેજના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ રાજ્યમાં ધો. 9 અને 11ની સ્કૂલો 1 ફેબ્રુઆરી શરૂ કરવામાં આવી હતી. તેમજ ધોરણ 9થી 12 અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસિસને મંજૂરી આપી હતી ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યો છે. ગઈકાલે કોરોનાના કેસ 1100ની નજીક પહોંચી ગયા છે. અમદાવાદ, વડોદરા અને સુરતની સ્થિતિ સતત ગંભીર બની રહી છે. કોરોનાના કેસ વધતા ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા 20 દિવસ સ્કૂલ બંધ રાખવા માંગ કરાઈ હતી. અત્યાર સુધી સ્કૂલમાં 400 કરતા વધુ કોરોના કેસ નોંધાયા હોવાનો વાલીમંડળે આક્ષેપ કર્યો હતો.

Whatsapp Join Banner Guj

નોંધનીય છે કે, ગુજરાતમાં કેસો વધતાં ફરી સ્કૂલો બંધ કરવાની માગ થઈ રહી છે. અમદાવાદ અને સુરતમાં બાગ-બગીચાથી લઈને બીઆરટીએસ અને એસટીબસ સેવાઓ મામલે પણ નવા નિર્ણયો લેવાયા છે. સતત કેસો વધી રહ્યાં છે. જેને પગલે આજે શિક્ષણ વિભાગમાં તાત્કાલિક ઇમરજન્સી બેઠક મળી હતી.

આ પણ વાંચો…

મોબાઈલમાં ગેમ રમતા બેટરી(mobile Battery burst) ફાટતા બાળકો દાઝ્યા, હાલ ભાઇ-બહેન સારવાર હેઠળ