3a7c9558 0dd8 4170 972e 8a9d4ee4c17b

Modasa: ટીંટોઈ પ્રા.આ.કેન્દ્રને ધારાસભ્ય દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ માટે આટલા રુપિયાની ગ્રાન્ટ ફાળવી..!

અહેવાલઃ રાકેશ ઓડ

મોડાસા, 16 મેઃModasa: અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ તથા મૃત્યુ ના આંકડા દિન-પ્રતિદિન ભયજનક રીતે વધી રહ્યા છે ગ્રામ્ય(Modasa) વિસ્તારમાં આવેલ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર આરોગ્યલક્ષી સેવાઓ નો અભાવ જોવા મળી રહ્યો છે જેને લઇ લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો ગ્રામ્ય વિસ્તારોના કેટલાક જાગૃત નાગરિકો તથા આગેવાનો દ્વારા જે તે મતવિસ્તારના ધારાસભ્યો ને લેખિત તથા મૌખિક રજૂઆતો કરતાં ધારાસભ્ય ફંડમાંથી આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ને ગ્રાન્ટ ફાળવી હતી.

Whatsapp Join Banner Guj

મળતી માહિતી મુજબ મોડાસા તાલુકા નું વસતીના ધોરણે મોટું ગામ ગણાતું ટીંટોઈ ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્યલક્ષી સુવિધા માટે ટીંટોઈ તાલુકા પંચાયત સીટ નં-૧ ના તાલુકા પંચાયત સદસ્ય ભાવનાબા દેવેન્દ્રસિંહ ચંપાવત તથા અન્ય કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા એવા નારણભાઈ રાઠોડ સલીમભાઈ બાકરોલીયા દ્વારા મોડાસા(Modasa) તાલુકાના મત વિસ્તારના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર સાહેબને લિખિત તથા મૌખિક રજૂઆત કરાતા ધારાસભ્ય ફંડમાંથી ટીંટોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને રૂપિયા ૩.૧૫૦૦૦/ ની જંગી રકમ ફાળવી આપવા માં આવી હતી ઉપરોક્ત સક્રિય કાર્યકર્તાઓ ની રજૂઆતને માન્ય રખાતા કાર્યકર્તાઓ દ્વારા સમસ્ત ટીંટોઈ ગામ વતી થી ધારાસભ્ય નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

ADVT Dental Titanium

આ પણ વાંચો….

સરકારે લીધો મહત્વનો નિર્ણયઃ વાવાઝોડાને લઈને બે દિવસ સમગ્ર રાજ્યમાં રસીકરણ(vaccination stop) કાર્યક્રમ બંધ, વાંચો વધુમાં શું કહ્યું મુખ્યમંત્રીએ…?