Monsoon update

Monsoon season: ગુજરાતમાં ચોમાસું જામ્યું, જાણો ક્યા પડ્યો કેટલો વરસાદ?

Monsoon season: ગત વર્ષની સરખામણીએ આ વર્ષે હજુ સુધી વરસાદનું પ્રમાણ સાધારણ ઓછું છે

અમદાવાદ, 27 જુલાઇઃ Monsoon season: બાફ ઉકળાટનો આખરે હવે ચોમાસું જામ્યું છે અને અત્યારસુધી ૧૦.૭૭ ઈંચ સાથે મોસમનો ૩૨.૫૮% વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ૧૭ જુલાઇ સુધી રાજ્યમાં ૬.૯૫ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૨૧.૦૪% વરસાદ પડયો હતો. આમ, રાજ્યમાં ૧૧.૫૪% વરસાદ છેલ્લા ૧૦ દિવસમાં જ નોંધાયો છે. રીજિયન પ્રમાણે જોવામાં આવે તો અત્યારસુધી દક્ષિણ ગુજરાતમાંથી સૌથી વધુ ૨૦.૨૩ ઈંચ જ્યારે કચ્છમાં માત્ર ૫.૨૭ ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

આ પણ વાંચોઃ Hariprasad swami: સોખડાનાં સંત હરિપ્રસાદ સ્વામી થયા અક્ષરધામ નિવાસી, હરિભક્તોમાં શોકની લાગણી

ગુજરાતમાં ગત વર્ષે ૨૬ જુલાઇ સુધી ૧૩ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૩૬.૬૬% વરસાદ(Monsoon season) નોંધાયો હતો. આમ, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે હજુ સુધી વરસાદનું પ્રમાણ સાધારણ ઓછું છે. રાજ્યમાં અત્યારસુધી દક્ષિણ ગુજરાતમાં ૨૦.૨૩ ઈંચ સાથે મોસમનો સૌથી ૩૫.૧૯%, કચ્છમાં ૫.૨૭ ઈંચ સાથે ૩૦.૨૫%, ઉત્તર ગુજરાતમાં ૭.૯૫ ઈંચ સાથે મોસમનો ૨૮.૧૬%, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૩૦.૫૬ ઈંચ સાથે મોસમનો ૩૦.૦૮%, સૌરાષ્ટ્રમાં ૮.૭૭ ઈંચ સાથે મોસમનો ૩૧.૮૯% વરસાદ નોંધાયો છે

રાજ્યના ૩ જિલ્લા એવા છે જ્યાં ૨૫ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં ૩૩.૭૦ ઈંચ સાથે વલસાડ-૨૯.૨૫ ઈંચ સાથે નવસારી-૨૪.૪૦ ઈંચ સાથે ડાંગનો સમાવેશ થાય છે. તાલુકા પ્રમાણે જોવામાં આવે તો કપરાડામાં સૌથી વધુ ૪૩.૭૭ ઈંચ, ઉમરગામમાં ૩૬.૮૧ ઈંચ, ખેરગામમાં ૩૪.૭૬ ઈંચ અને વાપીમાં ૩૪.૧૩ ઈંચ સાથે સૌથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. રાજ્યમાં માત્ર ૧ તાલુકો જ એવો છે જ્યાં ૩૯.૩૭ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સિવાય ૨૫ તાલુકામાં ૧૯.૭૨થી ૩૯.૩૭ ઈંચ, ૮૮ તાલુકામાં ૯.૮૮થી ૧૯.૬૮ ઈંચ, ૯૬ તાલુકામાં ૪.૯૬ ઈંચથી ૯.૮૪ ઈંચ અને ૩૯ તાલુકામાં ૨થી ૪.૯૨ ઈંચ વરસાદ નોંધાઇ ચૂક્યો છે.

આ પણ વાંચોઃ Vijay Mallya: માલ્યાને ટૂંક સમયમાં ભારત મોકલાય તેવી શક્યતા બ્રિટિશ ગૃહમંત્રી લેશે નિર્ણય- વાંચો વિગત

જે તાલુકામાં સૌથી ઓછો વરસાદ(Monsoon season) નોંધાયો છે તેમાં લખપતનો ૨.૦૮ ઈંચ સાથે સમાવેશ થાય છે. અમદાવાદ જિલ્લામાં અત્યારસુધી ૭.૩૬ ઈંચ સાથે મોસમનો ૨૭.૦૮% વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ ગત વર્ષે ૧૦.૨૭ ઈંચ સાથે મોસમનો ૩૭.૨૭% વરસાદ નોંધાઇ ચૂક્યો હતો. હાલની સ્થિતિએ અમદાવાદ જિલ્લામાંથી ધોળકામાં ૧૫.૧૧, ધંધુકામાં ૧૪.૩૩, અમદાવાદ શહેરમાં ૧૪.૧૩ ઈંચ સાથે સૌથી વધુ જ્યારે દસક્રોઇમાં ૫.૭૮ ઈંચ સાથે સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.

Whatsapp Join Banner Guj