thumbsbc5ff758a6982aa8f0374a03c50edfa52e 1610866730

કોરોનાના કારણે બ્રાઝિલમાં સતત 5માં દિવસે 1000થી વધુ લોકોના મોત, છતા રશિયન વેક્સિન સ્પુતનિક-Vને મંજૂરી મળી નથી…!

thumbsbc5ff758a6982aa8f0374a03c50edfa52e 1610866730

બ્રાઝિલ, 18 જાન્યુઆરીઃ ઘણા દેશોમાં કોરોના વાઈરસ વેક્સિનેશન શરૂ થઈ ચૂક્યું છે, પણ કેસ ઘટવાનું નામ નથી લઈ રહ્યાં. બ્રાઝિલમાં શનિવારે(16 જાન્યુઆરી)સતત પાંચમો દિવસ રહ્યો, જ્યારે મહામારીના કારણે મોતની સંખ્યા એક હજારથી વધુ રહી. અમેરિકા અને ભારત પછી બ્રાઝિલમાં જ કોરોનાના કારણે સૌથી ખરાબ સ્થિતિ છે.

આ બધાની વચ્ચે, બ્રાઝીલિયન હેલ્થ રેગ્યુલેટરે રશિયન વેક્સિન સ્પુતનિક-Vને ઈમર્જન્સી મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. બ્રાઝિલિયન ફાર્માસ્યુટિકલ કંપની યૂનિઆઓ કિમિકાએ આ માટે મંજૂરી માંગી હતી. રેગ્યુલેટરે કહ્યું કે, સ્પુતનિક-V તરફથી જરૂરી દસ્તાવેજોને રજુ કરાયા નથી. અમને એ વાતની પણ જાણ નથી કરાઈ કે, સ્પુતનિકના ત્રીજા ટ્રાયલની મંજૂરી મળી છે કે નહીં. યૂનિઆઓ કિમિકાએ જાન્યુઆરીની શરૂઆતમાં જ સ્પુતનિકનું પ્રોડક્શન શરૂ કર્યું હતું.

મહામારીના દુનિયામાં અત્યાર સુધી 9 કરોડ 49 લાખ 51 હજાર 943 કેસ થઈ ગયાછે. 20 લાખ 30 હજાર 924 લોકોના મોત થઈ ચૂક્યાં છે. સારી વાત તો એ છે કે 6 કરોડ 77 લાખ 73 હજાર 937 લોકો સાજા થઈ ચૂક્યાં છે.

Whatsapp Join Banner Guj

પોર્ટુલગના નાણામંત્રી જોઆઓ લીઓ કોરોના સંક્રિમત થયા છે. તેમના મંત્રાલયના હવાલાથી ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે, તે ઘરે આઈસોલેશનમાં છે, તેમનામાં અત્યાર સુધી કોઈ લક્ષણ જોવા મળ્યા નથી અને તે કામ કરી રહ્યાં છે.પોર્ટુગલમાં શુક્રવારથી જ બે સપ્તાહનું લોકડાઉન લાગુ કરાયું છે.

સ્વાસ્થ્ય મહાનિદેશાલય(DGS)ના જણાવ્યા પ્રમાણે, પોર્ટુગલમાં શનિવારે 10,947 કેસ નોંધાયા અને 166 લોકોના મોત થયા. પોર્ટુગલમાં અત્યાર સુધી 5,39,416 સંક્રમણના કેસ અને 8,709 મોત નોંધાયા. અહીં હાલ 1 લાખ 28 હજાર 165 લોકોની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો…

સર્વેઃ વોટ્સએપ નવી પોલિસીના કારણે 82 % ભારતીયો એપ છોડવા તૈયાર, 91% યુઝર્સ વોટ્સએપ પે નો યુઝ ન કરવાનું કહ્યું