Motera stadium

મોટેરા સ્ટેડિયમ: (Motera Stadium) ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ માટેની ટિકિટોના બૂકિંગ 14 ફેબ્રુઆરીથી પ્રારંભ

Motera Stadium: મોટેરા આવેલું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ

Motera Stadium

ક્રિકેટ ચાહકોને આવકારવા તૈયાર ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ માટેની ટિકિટોના બૂકિંગનો ફેબ્રુઆરી 14 થી પ્રારંભ

અમદાવાદ, ૧૩ ફેબ્રુઆરી: ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (જી.સી.એ.) (Motera Stadium) મોટેરામાં આવેલા વિશ્વ ના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ રમાનારી ભારતની ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં પ્રેક્ષકોને આવકારતાં ખૂબ જ રોમાંચ અનુભવે છે. ઇંગ્લેન્ડ સામે રમાનારી ૩જી ટેસ્ટમેચ માટેની ટિકિટોનું વેચાણ ફેબ્રુઆરી 14, 2021ના રોજ સવારે 11.00 વાગ્યાથી શરૂ થશે. ટેસ્ટ મેચ દરમિયાન સ્ટેડિયમની કુલ ક્ષમતાના 50 ટકા પ્રેક્ષકોને મંજૂરી આપવામાં આવી છે. નોંધનીય છે કે ઇંગ્લેન્ડ અમદાવાદમાં 24મી ફેબ્રુઆરીથી શરૂ થતી ડે/નાઇટ ટેસ્ટમેચ સહિત બે ટેસ્ટ મેચ અને પાંચ ટી20 ઇન્ટરનેશનલ રમશે.

ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ શ્રી ધનરાજ નથવાણીએ જણાવ્યું હતું કે, “લાંબા અંતરાલ પછી (Motera Stadium) વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં મેચના આયોજનથી અમે ખૂબ જ ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને ક્રિકેટ ચાહકોને વર્તમાન પરિસ્થિતિમાં સામાજિક અંતર અને સુરક્ષાના નિયમોને આધિન રહીને મનોરંજન પૂરું પાડવા અંગે ખૂબ જ રોમાંચનો અનુભવ કરીએ છીએ. અમે આશા કરીએ છીએ કે ખૂબ જ ટૂંકા સમયગાળામાં પરિસ્થિત સામાન્ય બની જશે અને પોતાની ટીમોને ઉત્સાહિત કરતાં પ્રેક્ષકોથી આખું સ્ટેડિયમ ભરાઈ જશે.”

“આ નવર્નિર્મિત સ્ટેડિયમમાં (Motera Stadium) બે ટેસ્ટ મેચ અને પાંચ ટી20 ઇન્ટરનેશનલ મેચ ફાળવવા માટે અમે જી.સી.એ. તરફથી બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બી.સી.સી.આઇ.) ના સેક્રેટરી શ્રી જય શાહનો આભાર વ્યક્ત કરીએ છીએ,” એમ શ્રી નથવાણીએ જણાવ્યું હતું.

મોટેરામાં આવેલા જી.સી.એ.ના (Motera Stadium) ક્રિકેટ સ્ટેડિયમમાં યોજવામાં આવનારી મેચની ટિકિટનું બૂકિંગ જી.સી.એ.ની વેબસાઇટ https://gujaratcricketassociation.com ને બૂકમાયશો (BookMyShow) ની વેબસાઇટ અને મોબાઇલ પ્લેટફોર્મ પરથી કરી શકાશે. આ સીરીઝની પિંક બોલ ટેસ્ટ મેચ ફેબ્રુઆરી 24થી શરૂ થશે, જેની ટિકિટની કિંમત રૂ. 300થી રૂ. 1000ની વચ્ચે રહેશે.

આ પણ વાંચો…Mahisagar mandir: વાસદ – મહીસાગર મંદિર ખાતે મહી બીજ ઉત્સવ ઉજવાયો