242f8b9a 9e55 4818 b835 d7ed2a7d6d13

mothers day special: મધર્સ ડે ના રોજ બે માતાઓની કોરોના મોરચે વાંચો આ સંઘર્ષ ગાથા

  • ડો.જ્યોતિની સાથે તેમના સાસુમા પણ અદા કરી રહ્યાં છે કોરોના લડવૈયાની ભૂમિકા
  • ગયા વર્ષે નાગરવાડામાં કોરોના ફાટ્યો ત્યારે તબીબ પુત્રવધૂને એકવીસ દિવસ ઘરની બહાર રહેવું પડ્યું ત્યારે સાસુમા એ ઘર સંભાળ્યું
  • હાલમાં તબીબ પતિ સંક્રમિત થયા ત્યારે ડો.જ્યોતિએ આરોગ્યની ફરજોની સાથે પતિની દેખભાળ અને ઘર સાચવવાની ત્રેવડી જવાબદારી નિભાવી

વડોદરા, 09 મેઃ mothers day special: માં નવદુર્ગા નવ હાથો દ્વારા લોક કલ્યાણ અને દુષ્ટોનો સંહાર કરે છે.એમની માફક જ કોરોના કાળમાં મોટાભાગની માતાઓ અનેક મોરચે લડી રહી છે અને આજના માતૃ વંદના દિવસે(mothers day special) આ માતાઓ આદર અને વંદનને પાત્ર છે. વડોદરા મહાનગર પાલિકાના નાગરવાડા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યરત ડો.જ્યોતિ ગડકરીની સાથે જાણે કે તેમના ૬૩ વર્ષની ઉંમરના તેમના સાસુમા છાયા સુરેન્દ્ર ગડકરી પણ કોરોના લડવૈયાની ભૂમિકા અદા કરી રહ્યા છે. ગયા વર્ષે જ્યારે નાગરવાડામાં કોરોના ફાટી નીકળ્યો ત્યારે તેનો પ્રથમ કેસ આ ડોકટર અને તેમની ટીમે જ હેન્ડલ કર્યો હતો. તે પછી તો સતત કેસો વધતા ગયા અને કુટુંબના સભ્યોને ચેપ સામે સુરક્ષિત રાખવા ડો.જ્યોતિ સહિત આખી ટીમને ૨૧ દિવસ હોટલમાં રહેવું પડ્યું ત્યારે તેમના સાસુમાએ પોતાના તબીબ પુત્ર,બે પૌત્રો અને ઘરને સંભાળ્યું. તો તાજેતરમાં જ્યારે ડો.જ્યોતિના તબીબ પતિ ડો.નિખિલ સંક્રમિત થયાં ત્યારે તેમને એક સાથે જાણે કે ત્રણ મોરચા સંભાળ્યા.તેમના સાસુ મોટી ઉંમરના અને ડાયાબીટીક હોવાથી તેમને ચેપથી બચાવવા નણંદના ઘેર મોકલ્યા.

બાળકોને નાનીના ઘેર મોકલ્યા.અને ડો. જ્યોતિએ આરોગ્યની ફરજો સહિત હોમ કવોરેન્ટાઈન પતિ ની કાળજી અને દેખભાળ સાથે ઘર સંભાળ્યું. આમ,જુવો તો છેલ્લા લગભગ સવા વર્ષથી તેઓ આરોગ્યની કપરી ફરજો સાથે અનેક મોરચે લડી રહ્યાં છે. ગયા વર્ષે તો માત્ર કોરોના હતો જ્યારે હાલમાં કોરોનાનું ટેસ્ટીગ ઘર સારવાર હેઠળના દર્દીઓ સાથે સંપર્ક અને તેમની સાર સંભાળ,કોરોના રસીકરણ અને નિયમિત આરોગ્ય કાર્યક્રમોનો અમલ જેવા અનેકવિધ કામો તેઓ અને તેમની ટીમ કરી રહી છે. તેમાં તાજેતરમાં જન્મ મરણની નોંધણીનું કામ ઉમેરાયું છે.તેમના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ક્ષેત્રમાં સહુથી મોટી સયાજી સહિત અન્ય હોસ્પિટલો આવેલી છે એટલે નોંધણીનો ખૂબ લોડ રહે છે. ડો.જ્યોતિ કહે છે નિયમિત ઓફિસ અવર્સમાં કામ પૂરું થાય એવું જ નથી એટલે ઘર પણ જાણે ઓફિસ બની ગઈ છે અને ઘરમાં પણ ઓફિસ કામ માટે સમય ફાળવવો પડે છે.

mothers day special


મારા બાળકો કોરોના ડીસિપ્લીન્ડ થઈ ગયા છે(mothers day special): ડો.જ્યોતિ કહે છે કે હું પણ તબીબ અને મારા પતિ પણ તબીબ,અમારે સતત સંક્રમણના વાતાવરણમાં કામ કરવાનું એટલે ઘેર જઈએ ત્યારે સાસુમા,દીકરો અને દીકરીને સલામત રાખવા વિવિધ કાળજી રાખવી પડે.જો કે અમારા બાળકો જાણે કે કોરોના ડીસિપ્લિંડ એટલે કે કોરોના તકેદારીના આદિ બની ગયાં છે.એટલે અમે ઘેર જઈએ અને ચોખ્ખા થવાની પ્રક્રિયા પૂરી કરી લઈએ ત્યાં સુધી અમારી પાસે આવતા જ નથી.


નાગરવાડાની કામગીરી એક યાદગાર અનુભવ(mothers day special): નાગરવાડા માં જ્યારે કોરોના વિસ્ફોટ થયો ત્યારે લગભગ પ્રત્યેક ઘરમાં કેસ હતો.રોગ નવો અને અજાણ્યો,લોકોમાં તેની સમજણ ઓછી અને ડર વધારે,અમારા માટે પણ આ કામગીરી સાવ નવી હતી.પરંતુ એ સમયે એ વિસ્તારના આગેવાનોએ લોકોને સમજાવવા સહિત ઘણી મદદ કરી એટલે કામ સરળ બન્યું.જ્યોતિબેને જણાવ્યું કે એ વિસ્તારના તે સમયના દર્દીઓ જેમની અમે સારસંભાળ લીધી હતી તેઓ આજે પણ જ્યારે યાદ કરે છે,અન્ય જરૂરિયાતવાળા લોકોને અમારી પાસે મોકલે છે ત્યારે કશુંક સારૂ,લોક ઉપયોગી કામ કર્યાનો આત્મ સંતોષ મળે છે. તેઓ કહે છે કે છેલ્લા સવા વર્ષથી હું અને મારી ટીમ જાહેર રજાઓ અને તહેવારોના દિવસે પણ કામ કરીએ છે.જાણે કે અમે રજા શબ્દનો અર્થ જ ભૂલી ગયા છે.એક મીડિયા ગ્રુપ,મહાનગર પાલિકા કર્મચારી મંડળ અને મહાનગર પાલિકા એ તેમના આ સંઘર્ષને એવોર્ડ થી નવાજ્યો છે.

mothers day special


આમ, જ્યોતિબેન અને તેમના જેવી કામકાજી મહિલાઓ,તેમના સાસુમા જેવી ગૃહિણીઓ કોરોના સામે નવ હાથ વાળા માં નવદુર્ગાની જેમ થાક્યા વગર એક સાથે અનેક મોરચે લડી રહ્યાં છે. ખરેખર તો કોરોના હોય કે અન્ય કોઈ કટોકટી આ મહિલાઓ અવિરત પરિશ્રમ કરતી જ રહે છે.આ સમગ્ર માતૃ શક્તિ વંદન,નમન અને આદરને પાત્ર છે.

આ પણ વાંચો…

મુખ્યમંત્રીના સ્થાને યોજાઇ હતી કમિટી બેઠક, મ્યુકરમાઈકોસિસ(Mucormycosis) રોગને લઇ લેવાયા મહત્વના નિર્ણય- વાંચો સંપૂર્ણ અહેવાલ