aag sang suki

Myanmar crisis: મ્યાનમારમાં આંગ સાન સૂ કીની ધરપકડ કરવા પર અમેરિકાએ કર્યો વિરોધ, મોટી આપત્તિ દર્શાવી

Myanmar crisis: નેતાની ધરપકડ બાદ સેનાએ લીધો દેશનો કબ્જો: એક વર્ષ માટે કટોકટી જાહેર

aag sang suki

નવી દિલ્હી, 01 ફેબ્રુઆરીઃ તાજેતરમાં જ મ્યાનમાર ખાતે સેનાએ દેશના નેતા આંગ સાંગ સૂ કી અને રાષ્ટ્રપતિ યુ વિન મૈઇંટની ધરપકડ કરી છે. સેના દ્વારા સંચાલિત ટીવી પર સોમવારે કહેવામાં આવ્યું હતું કે સેનાએ દેશને પોતાના કબજામાં લઇ લીધો છે અને એક વર્ષ માટે કટોકટી (Myanmar crisis)જાહેર કરી છે.

પૂર્વ જનરલ અને ઉપરાષ્ટ્રપતિ મિંટ સ્વેને કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે નિમણૂક કરવામાં આવી છે.તેમને આર્મી સ્ટાફના ચીફનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈપણ વિરોધને ડામવા માટે સેના સડકો પર તૈનાત છે અને ફોન લાઇનો બંધ કરી દેવામાં આવી છે.

Whatsapp Join Banner Guj

આ દરમિયાન અમેરિકાએ મ્યાનમાર(Myanmar crisis)ની સૈન્યની કાર્યવાહી અંગે ઉંડી ચિંતા વ્યક્ત કરી છે. રાષ્ટ્રપતિ કાર્યાલયના વ્હાઇટ હાઉસના પ્રવક્તા જેન પાસ્કીએ કહ્યું કે મ્યાનમારની સૈન્યએ દેશની લોકશાહીમાં બદલાવને ખોખલું કરી દીધું છે અને આંગ સાંગ સુ કીની ધરપકડ કરી છે. આ મામલે રાષ્ટ્રપતિ જો બાયડેને રાષ્ટ્રપતિના રાષ્ટ્રીય સુરક્ષા સલાહાકારે જાણકારી આપી છે.

આ પણ વાંચો….

કોરોના (Corona)ના કેસમાં સતત ઘટાડોઃ રાજ્યમાં 3,469 કેસ એક્ટિવ