કોરોના (Corona)ના કેસમાં સતત ઘટાડોઃ રાજ્યમાં 3,469 કેસ એક્ટિવ

અમદાવાદ એકમાત્ર એવો જિલ્લો છે જ્યાં ૫૦૦થી વધારે કોરોના(Corona)નાએક્ટિવ કેસઃ હાલમાં અમદાવાદમાં એક્ટિવ કેસનો આંક ૧,૪૩૪

Corona

ગાંધીનગર, 01 ફેબ્રુઆરીઃ રાજ્યમાં કોરોના(Corona)ના કેસના પ્રમાણમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. હાલ રાજ્યમાં ૩,૪૬૯ એક્ટિવ કેસ છે. સમગ્ર દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત હજુ આઠમાં સ્થાને છે.સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ એકમાત્ર એવો જિલ્લો છે જ્યાં ૫૦૦થી વધારે એક્ટિવ કેસ છે.

સમગ્ર રાજ્યમાંથી અમદાવાદ એકમાત્ર એવો જિલ્લો છે જ્યાં ૫૦૦થી વધારે એક્ટિવ કેસ છે. હાલમાં અમદાવાદમાં એક્ટિવ કેસનો આંક ૧,૪૩૪ છે. આમ, ગુજરાતના ૪૫%થી વધુ એક્ટિવ કેસ અમદાવાદમાંથી છે. હાલ અમદાવાદમાં કોરોના(Corona)ના એક્ટિવ કેસનો રેશિયો ૨.૩% છે. અન્ય જિલ્લાઓ કે જ્યાં એક્ટિવ કેસનું પ્રમાણ વધારે છે તેમાં ૪૭૨ સાથે સુરત, ૪૭૧ સાથે રાજકોટ, ૩૧૩ સાથે વડોદરાનો સમાવેશ થાય છે. આમ, ચાર જિલ્લામાં જ હવે ૧૦૦થી વધારે એક્ટિવ કેસ છે.

Whatsapp Join Banner Guj

હાલ તાપીમાં સૌથી ઓછા ૩, પાટણ-પોરબંદરમાં ૪-૪, છોટા ઉદેપુરમાં ૫, નવસારીમાં ૬, અરવલ્લીમાં ૯ સાથે સૌથી ઓછા કોરોના(Corona)ના એક્ટિવ કેસ છે. સૌથી વધુ એક્ટિવ કેસ રેશિયોમાં ગુજરાત ૧.૩% સાથે આઠમાં સ્થાને છે. મોટા રાજ્યો કે જ્યાં ગુજરાત કરતાં વધુ એક્ટિવ કેસ રેશિયો છે તેમાં ૭.૭% સાથે કેરળ, ૨.૧% સાથે મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો…

Budget 2021 : બજેટ રજુ કરવા પહેલા નાણામંત્રીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી, હવે થશે મોદી કેબિનેટની બેઠક