National Youth Day Celebration

National Youth Day Celebration: નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી

National Youth Day Celebration: કાર્યક્રમ દરમિયાન યુવાનો દ્વારા પ્રધાનમંત્રી દ્વારા આપેલ સ્વચ્છ ભારતનો સંકલ્પ લીધો

અમદાવાદ, 12 જાન્યુઆરીઃ National Youth Day Celebration: યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય અંતર્ગત કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર દ્વારા 12મી જાન્યુઆરીની રોજ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી નિમિતે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી ગોપાલક વિદ્યા સંકુલ ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય યુવા મહોત્સવ 2024 નાસિક મહારાષ્ટ્ર ખાતે યોજાઈ રહ્યો છે જેનું ઉદ્ઘાટન આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું. નાસિકથી પ્રધાનમંત્રીના ઉદબોધનનો લાઇવ પ્રસારણ ગાંધીનગર ખાતે 1000થી વધુ યુવાનો દ્વારા જોવામાં આવ્યું. 

ગાંધીનગર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના રાજ્ય નિર્દેશક મનીષાબેન શાહ, ગાંધીનગરભાજપ યુવા મોરચા મહામંત્રી ભૂલાભાઈ દેસાઈ, ગાંધીનગર વ્યાયામશાળા સંઘ પ્રમુખ અને ખેલ મહાકુંભ સંયોજક લાભુભાઈ દેસાઈ, વોર્ડ કોર્પોરેટર નીલેશભાઈ મહરીયા, લીડ બૈંક મેનેજર આદેશ જુનેજા, બૈંક પ્રતિનિધિ અનીલ પુરોહિત, કેમ્પસ નિયામક રામજીભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન યુવાનો દ્વારા પ્રધાનમંત્રી દ્વારા આપેલ સ્વચ્છ ભારતનો સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન સ્વાનિધિ યોજનાની માહિતી લીડ બેંક મેનેજર દ્વારા આપવામાં આવ્યી હતી. આ કાર્યક્રમનું સમસ્ત સંચાલન જિલા યુવા અધિકારીના નિર્દેશન અને સ્વયંસેવક મંથન શાહ, અજય સંઘાડા, ભાવિકા સોલંકી, નીખીલ જાદવ, દીપક યાદવ, જલ્પેશ ઠાકોરના સહયોગથી કરવામાં આવ્યું.

આ પણ વાંચો… National Institute of Pharmaceutical Education and Research: ડો.મનસુખ માંડવિયાએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચનું ઉદઘાટન કર્યું

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો