Nature

અંબાજી પંથકમાં નદી નાળા ના વહેતા પાણી ના કારણે કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું

Nature

અંબાજી પંથક માં નદી નાળા જીવંત બન્યા છે ને નદી નાળા ના વહેતા પાણી ના કારણે કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું…. ઉગેલી મકાઈ ના પાક વાળા ખેતરો માં પાણી

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી 26 ઓગસ્ટ,ગુજરાત માં મોટાભાગ ના વિસ્તારો માં વરસાદ સીઝન કરતા વધારે વરસાદ પડ્યો છે ને જયારે બનાસકાંઠા ના અંબાજી – દાંતા પંથક માં વરસાદ ની હજી ઘટ રહી છે અંબાજી પંથક માં પુરી સીઝન માં 50 ઇંચ જેટલો વરસાદ સરેરાશ પડતો હોય છે ત્યારે ચાલુ વર્ષે હમણાં સુધી માં 24 ઇંચ જેટલો જ વરસાદ પડ્યો છે પણ કેટલાક ભારે વરસાદી ઝાપટા ના કારણે અંબાજી પંથક માં નદી નાળા જીવંત બન્યા છે ને નદી નાળા ના વહેતા પાણી ના કારણે કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છેને પ્રવાસીઓ માં આકર્ષણ નુ કેન્દ્ર બન્યુ ચે એટલુંજ નહીં અંતરિયાળ વિસ્તારો માં પણ કેટલાર કોઝવે પાણી માં ગરકાવ થઈ જતા રાહદારીઓ એ મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે

એટલું જ અહીં સતત પાંચ છ દિવસ થી ધીમી ધારે વર્ષી રહેલા વરસાદ ના કારણે આદિવાસી ખેડૂતો ને પાક ને મોટી નુકશાની નો ભય સતાવી રહ્યો છે ઉગેલી મકાઈ ના પાક વાળા ખેતરો માં પાણી ભરાયા છે જયારે ખેતરો માંથી પસાર થતી નદી ના કારણે ઉગેલા પાક નો ધોવાણ પણ થયું છે ખેતરો માં પાણી ભરાતા ઉગેલો પાક ગળતર થઇ જતા ખેતી નિષ્ફળ જાયે તેવો ડર ખેડૂત ને સતાવી રહ્યો છે ને આ પરિસ્થિતિ ને લઈ સરકાર ખેડૂતો ના વહારે આવે તેવી પણ માંગ કરાઈ રહી છે

Nature 4
Banner Still Guj