b46242bd 52ab 426f 8514 4fbcc80aa0da edited

New show: IN10 મિડિયા નેટવર્ક દ્વારા તેની પ્રથમ શો ઈશારાનો શુભારંભ, 1 માર્ચ જોવા મળશે આ શો


New show: બે શોમાં મુખ્ય પાત્ર ભજવવા માટે સુપ્રિયા પિળગાવકર અને ગુલદીપ કોહલી + ભૂમિકા ગુરાંગ સહિતના નામાંકિત કલાકારોને લીધાં

b46242bd 52ab 426f 8514 4fbcc80aa0da edited

મુંબઈ, 12 ફેબ્રઆરી: IN10 મિડિયા નેટવર્ક ઉત્તમ વાર્તાકથન માટે ઓળખાય છે તે હવે તેની હિંદી જનરલ એન્ટરટેઈનમેન્ટ ચેનલ ઈશારા- ઝિંદગી કા નઝાર લાવી છે. ચેનલે આજે તેના બે શો જનાની અને હમકદમની ઘોષણા કરી છે. સંસ્કૃતિમાં ખૂંપેલા પણ આધુનિક ચશ્માં સાથે જનાનીમાં પીઢ અભિનેત્રી સુપ્રિયા પિળગાવકર મુખ્ય ભૂમિકા ભજવશે, જ્યારે હમકદમમાં ગુરદીપ કોહલી અને ભૂમિકા ગુરાંગ મુખ્ય પાત્રમાં જોવા મળશે.

IN10 મિડિયા નેટવર્કની ઈશારા ચેનલ પારિવારિર ડ્રામાથી પૌરાણિક વાર્તાથી પ્રેમકથાઓ સુધી ફિકશન શ્રેણીમાં વ્યાપક કન્ટેન્ટ ઓફર કરવા વચનબદ્ધ છે. ઝિંદગી કા નઝારાના સેન્ટિમેન્ટ પર ચાલતાં ચેનલના કાર્યક્રમો ભારતની અજોડ સાંસ્કૃતિક રેસાનાં સમૃદ્ધ મૂલ્યો અને વૈવિધ્યપૂર્ણ પરંપરાઓ દર્શાવશે અને અલગ અલગ અને રોમાંચક વાર્તાકથન થકી જીવનની ઉજવણીનો પરિપૂર્ણ નજરિયો પ્રદાન કરે છે.

Whatsapp Join Banner Guj

આ લોન્ચ પર બોલતાં ઈશારાના કન્ટેન્ટના વાઈસ પ્રેસિડેન્ટ રાજેશ સેઠીએ જણાવ્યું હતું કે, “ટેલિવિઝનના દર્શકો બદલાયા છે અને રોજબરોજ ઉત્ક્રાંતિ પામી રહ્યા છે ત્યારે તેઓ હવે એવી વાર્તાઓ જોઈ રહ્યા છે જે તેમને અસલ લાગણી આપે તેની સાથે સુમેળ સાધે અને અમે તે જ નિર્માણ કરી રહ્યા છીએ. અમે દેશના અમુક સૌથી પ્રતિભાશાળી કલાકારો સાથે કામ કરી રહ્યા છે, જેમણે સમયાંતરે પોતાની અભિનયશક્તિ બતાવી છે, જેને કારણે ગુણવત્તાયુક્ત કન્ટેન્ટ સાથે અમારા દર્શકોની વધતી માગણીઓ સંતોષવાના અમારા લક્ષ્યને પહોંચી વળવામાં અમને મદદ થશે. ઈશારા હિંદીભાષી દર્શકના સર્વ વયજૂથને પહોંચી વળે છે, કારણ કે તે જાણે છે કે આપણા ભારતીયોને એક સામાન્ય દોરો જોડી રાખે છે તે ભાવના છે અને અમને આશા છે કે ઉત્તમ વાર્તાઓ માટે તમને જરૂરી તે જોડીદાર બની રહેશે.”

સુપ્રિયા પિળગાવકર અભિનિત જનાની એકલ માતાની વાર્તા છે, જે નિર્ભર મહિલામાંથી સ્વતંત્ર સફળ મહિલા બની છે. આ વાર્તા લક્ષ્યના દર્શકો માટે પ્રગતિશીલ દાખલો સ્થાપિત કરશે, કારણ કે તે શક્તિ, સાહસ અને બદલાવ દર્શાવે છે. નામાંકિત ટીવી કલાકારો સુપ્રિયા પિળગાવકર, મહેશ ઠાકુર જનાનીમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Whatsapp Join Banner Guj

સુપ્રિયા પિળગાવકરે જનાનીમાં મુખ્ય ભૂમિકા ભજવવાના અનુભવ વિશે બોલતાં જણાવ્યું કે “મારે માટે પ્રદર્શિત કરી શકાય તેવી વાર્તા સાથે જોડાવાનું અત્યંત મહત્ત્વપૂર્ણ છે. સવિતાનું પાત્ર ઘણા બધા લેયર ધરાવે છે અને વાર્તા આગળ વધે તેમ આપણને તેના વ્યક્તિત્વ વિશે ઘણું બધું શીખવા મળે છે. આ શો માટે મારો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે હું તરત જ જનાની નામ સાથે આકર્ષિત થઈ હતી. મારે માટે આ રોમાંચક પ્રવાસ રહ્યો છે અને આનાથી વધુ ખુશ હું હોઈ નહીં શકું!”

હમકદમ તદ્દન વિરુદ્ધ વ્યક્તિત્વની નવી વાર્તા સાથે લાક્ષણિક સાસ- બહુની જૂની ઘરેડને તોડી નાખે છે, જેમાં ગુરદીપ કોહલી અને ભૂમિકા ગુરાંગ મુખ્ય ભૂમિકામાં છે. બે અસાધારણ ઓળખક્ષમ મહિલા અસાધારણ અભૂતપૂર્વ સ્થિતિઓમાં એકત્ર ફેંકવામાં આવે છે તેમની આ વાર્તા છે.

Whatsapp Join Banner Guj

હમકદમમાં જોવા મળનારી ગુરદીપ કોહલી કહે છે, “ટેલિવિઝન પર સાસ- બહુની જૂની ઘરેડની વાર્તાઓ બતાવવામાં આવી રહી છે ત્યારે ઈશારા હમકદમ સાથે તે ઘરેડને તોડે છે. આ બે મહિનાની વાર્તા છે, જેઓ તેમના કપરા સમયમાં એકબીજાને પડખે રહે છે અને તેઓ એકબીજાની શક્તિ બની શકે છે એવું તેમને ભાન થાય છે. અંગત રીતે મારે માટે આ સમૃદ્ધ અનુભવ હતો, કારણ કે અમારી બંને વચ્ચે ઓન અને ઓફફ કેમેરા પણ મજબૂત જોડાણ છે. અમે આ ભૂમિકા ભજવીએ તેમ ઘણી બધી ભાવનાઓનું આદાનપ્રદાન કર્યું છે.”

1લી માર્ચ, 2021થી શુભારંભ કરતાં ઈશારા 24X7 હિંદી મનોરંજન ચેનલ છે, જે ભારતમાં તેના લોન્ચના તબક્કામાં મુખ્ય DPOs (DTH અને નેટવર્કસ) પર તેના દર્શકો માટે ઉપલબ્ધ થશે.
ઈશારા હિંદી એન્ટરટેઈનમેન્ટ ચેનલ છે, જે પારિવારિક ડ્રામાથી પ્રેમકથા, પૌરાણિક વાર્તાથી મહિલા કેન્દ્રિત વાર્તા અને ઘણું બધું સહિત વિવિધ પ્રકારોને આવરી લેતાં શોની વ્યાપક વરાઈટી ઓફર કરે છે. ચેનલ હૃદયસ્પર્શી વાર્તાઓ થકી જીવનનો પરિપૂર્ણ નજરિયો આપતી વૈવિધ્યપૂર્ણ અને અનોખી કન્ટેન્ટ નિર્માણ કરવા માટે પ્રેરિત છે. ઈશારા- ઝિંદગી કા નઝારા તરીકે ઓળખ ધરાવતી ચેનલ ભારતની સંસ્કૃતિ, મૂલ્યો અને વૈવિધ્યપૂર્ણ પરંપરાઓની ખૂબીઓને સમકાલીન પરિપ્રેક્ષ્યમાં મઢી લેશે અને ઉજવણી કરશે. ઈશારા IN10 મિડિયા નેટવર્કનું સાહસ છે. આદિત્ય પિટ્ટીની આગેવાનીમાં IN10 મિડિયા નેટવર્ક ગુણવત્તાયુક્ત કન્ટેન્ટ એવી વિશ્વ કક્ષાની બ્રાન્ડ્સ નિર્માણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

શું તમારી ટ્રેનની ટિકીટ(Train ticket)બુક નથી થઇ અને પૈસા પણ અટવાઇ ગયા છે, તો હવે આમ ના થાય તે માટે, જાણી લો સરકારી સિસ્ટમ…