Nitin Patel

રાજ્યના મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ(night curfew) મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યું નિવેદન..! આજે લેવાશે નિર્ણય

night curfew

ગાંધીનગર, 16 માર્ચઃ ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસના સતત વધી રહેલા કેસો તેમજ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ(night curfew) મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પ્રતિક્રિયા આપી હતી. નાયબ નીતિન પટેલે જણાવ્યું કે, મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ અંગે કોર ગ્રુપની બેઠકમાં આખરી નિર્ણય લેવાશે. જે થોડા કલાકોમાં જ જાહેર કરવામાં આવશે.

Whatsapp Join Banner Guj

રાજ્યમાં કોરોનાના વધી રહેલા સંક્રમણને અટકાવવા મનપા કમિશનરને સૂચનાઓ પહેલેથી જ આપવામાં આવી છે. મનપાના અધિકારીઓ આ મુદ્દે જરૂરી પગલાં લેશે. નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્યમાં પૂરતા પ્રમાણમાં વેક્સિનો જથ્થો ઉપલબ્ધ છે… આથી રસીની અછત બાબતે ચિંતા કરવાની કોઇ જરૂર નથી.

ADVT Dental Titanium

છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના જે જિલ્લામાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં સુરત ૨૬૨ સાથે મોખરે છે. સુરત શહેરમાં ૨૪૦-ગ્રામ્યમાં ૨૨ નવા કેસ નોંધાયા છે. ૧ ડિસેમ્બર બાદ સુરતમાં કોરોનાના આ સૌથી વધુ કેસ છે. આ સાથે જ સુરતમાં  કુલ કેસનો આંક ૫૬,૦૯૧ છે. અમદાવાદ શહેરમાં ૨૦૫-ગ્રામ્યમાં ૪ સાથે ૨૦૯ નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં ૨૪ ડિસેમ્બર બાદ  પ્રથમવાર ૨૦૦થી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૬૪,૮૪૫ છે. વડોદરા શહેરમાં ૭૬-ગ્રામ્યમાં ૧૭ સાથે ૯૩ જ્યારે રાજકોટ શહેરમાં ૭૯-ગ્રામ્યમાં ૧૬ સાથે ૯૫ કેસ નોંધાયા છે.

આ પણ વાંચો…

Breaking news: દમણની એક ફેક્ટરીમાં આગ લાગી, આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન યથાવત