Night Curfew

ગુજરાત સરકારે રાત્રી કર્ફ્યૂ(Night Curfew)ના સમયમાં કર્યો ફેરફાર, હવે રાતના 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે..!

Night Curfew

ગાંધીનગર, 15 ફેબ્રુઆરીઃ કોરોના મહામારીના કારણે કેન્દ્ર સરકારે લોકડાઉન લાગુ કર્યુ હતું. ત્યાર બાદ રોજગાર-ધંધાને ધ્યાનમાં રાખતા લોકડાઉન રાખવુ કે અનલોક કરવું તેનો નિર્ણય રાજ્ય સરકાર પર સોંપવામાં આવ્યો હતો. ગુજરાતમાં કોરોનાના કેસને ધ્યાનમાં રાખતા રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ(Night Curfew) લાગુ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે રાત્રી કર્ફ્યૂને લઇને સરકારે જણાવ્યું છે આ રાત્રી કર્ફ્યૂનો સમય 28 ફેબ્રુઆરી બદલાઇ જશે. હવે રાત્રી કર્ફ્યૂનો સમય રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે.

Whatsapp Join Banner Guj

ડેપ્યૂટી સીએમની અધ્યક્ષતામાં મળેવી બેઠકમાં નિર્ણય લેવાયો છે. રાજ્યના 4 મહાનગરોમાં નાઈટ કરફ્યુ યથાવત રહેશે. અમદાવાદ, બરોડ, રાજકોટ, સુરત જેવા ચાર મોટા શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ

Whatsapp Join Banner Guj

ગુજરાત સહિત દેશમાં કોવિડ-19 સંક્રમણને રોકવા અંગેની ભારત સરકારના ગૃહ મંત્રાલયે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના નિર્દેશો મુજબ તા.૨૭ જાન્યુઆરીના બહાર પાડેલી માર્ગદર્શિકાનું ગુજરાતમાં પણ ચુસ્તપણે પાલન તા. ૧ લી ફેબ્રુઆરીથી તા.૨૮ ફેબ્રુઆરી-૨૦૨૧ સુધી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં આવ્યું છે.ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે રાજ્ય સરકારના આ નિર્ણયની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો…

પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ(Yuvaraj singh) મુશ્કેલીમાં મુકાયો, યુવી વિરુદ્ધ નોંધાઇ એફઆઇઆર- વાંચો શું છે મામલો