NO entry in Surat: કોરોનાને અટકાવવા સુરત મનપાએ લીધો મોટો નિર્ણય, આ લક્ષણ ધરાવતી વ્યક્તિને શહેરમાં પ્રવેશ પર લગાવી રોક

સુરત, 25 એપ્રિલઃ કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યાં છે. તેવામાં સુરત શહેર માટે મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. જે વ્યક્તિને શરદી, ખાંસી કે તાવ હશે તો તે વ્યક્તિને સુરતમાં પ્રવેશ(NO entry in Surat) નહીં મળી શકે.

NO entry in Surat

સુરત ટેક્સટાઈલ અને ડાયમંડ હબ છે. આ સિવાય અનેક ઉદ્યોગ સુરતમાં ધમધમે છે. તેથી અહી રોજના અનેક લોકોની અવરજવર હોય છે. આવામાં બહારથી આવનારા લોકોથી કોરોના વધુ ન વકરે તે માટે સુરત પાલિકા દ્વારા મોટો નિર્ણય(NO entry in Surat) લેવાયો છે. સુરત પાલિકાએ જાહેરાત કરી કે, બહારથી આવનાર મુસાફરમાં શરદી ,ખાંસી, કે તાવ હોય તો સુરતમાં એન્ટ્રી(NO entry in Surat) નહિ મળે. સુરતમાં કોરોનાની ચેઇન તોડવા સુરત પ્રવેશ દ્વારે પાલિકા સઘન તપાસ કરશે. સુરતમાં પ્રવેશતા તમામ યાત્રીઓની એન્ટ્રી પોઇન્ટ પર ફરજિયાત ટેસ્ટીંગ કરવામાં આવશે. 

NO entry in Surat

તો બીજી તરફ, મનપાએ પોઝિટિવ દર્દીને શોધવા માટે કોમ્બિગ ઓપરેશન શરૂ કર્યું છે. પોઝિટિવ દર્દી સુપર સ્પ્રેડર ન બને તે માટે તે શોધવા 64 ટીમ બનાવાઈ છે. જે આખા સુરતમાં ફરીને પોઝિટિવ દર્દી શોધશે. આ ટીમે એક મહિનામાં 9772 કેસ પોઝિટિવ શોધી કાઢ્યા છે. આ સાથે જ સુરતના નાનપુરામાં પોઝિટિવ દર 12 ટકા છે. 

આ પણ વાંચો…

મહાવીર જયંતીઃ મહાવીર(Mahavir jayanti) સ્વામી તપ કરી રહ્યા હતાં ત્યારે થોડાં ચરવૈયાઓ તેમની સાથે મજાક કરવા લાગ્યાં, વાંચો આ પ્રસંગ અને બોધ