Bus stop

દિવાળી નિમિત્તે સુરત એસ.ટી. વિભાગ દ્વારા ૯૦૦ એક્સ્ટ્રા બસો દોડાવાશે

ST Bus Stand
ફાઈલ ફોટો
  • દિવાળી નિમિત્તે સુરત એસ.ટી. વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દાહોદ,પંચમહાલ માટે ૯૦૦ એક્સ્ટ્રા બસો દોડાવાશે
  • બસ બુકીંગ એસ.ટી. સેન્ટ્રલ સ્ટેશન, અડાજણ, ઉધના, કામરેજ અને કડોદરા બસ સ્ટેશન તથા એસ.ટી. નિગમના તમામ બસ સ્ટેશનો પરથી થઈ શકશે:

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત

સુરત, ૦૯ નવેમ્બર: ગુજરાત એસ.ટી.વિભાગ દ્વારા દિવાળીના દિવસો દરમિયાન સુરત શહેરમાં વસતા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના રત્નકલાકારો તેમજ દાહોદ,પંચમહાલના શ્રમજીવીઓ માટે આગામી તા.૧૩/૧૧/૨૦૨૦ સુધી સાંજના ૪.૦૦ થી રાત્રીના ૧૦.૦૦ સુધી ૯૫૦ જેટલી એકસ્ટ્રા બસો દોડાવાશે. જે માટે મુસાફરો એડવાન્સમાં પોતાની ટિકિટ તેમજ ગૃપ બુકીગ પણ કરાવી શકશે. કોવિડ-૧૯ની ગાઈડ લાઇન્સ મુજબ એક બસમાં બસની સીટીંગ કેપેસીટીના ૭૫ ટકા સુધીના મુસાફરો જ મુસાફરી કરી શકશે. આખી બસનું ગ્રુપ બુકીંગ કરાવનારને એસટી આપના દ્વારે અનુસાર તેઓને તેમની સોસાયટીથી તેમના વતન સુધી પહોચાડવામાં આવશે.

whatsapp banner 1

મહારાષ્ટ્ર તરફના મુસાફરો માટે પણ નિગમ તરફથી એકસ્ટ્રા બસો નવાપુર, નંદુરબાર, ધુલિયા શહદા માટે મુકવામાં આવનાર છે. જે ઉધના બસ સ્ટેશન ખાતેથી ઉપાડવામાં આવશે. જેનો પણ મુસાફરોને લાભ લઈ શકશે. આગામી તા.૧૦ થી ૧૩ નવેમ્બર દરમિયાન એકસ્ટ્રા ઉપડનાર બસોનું બુકીંગ એસ.ટી. સેન્ટ્રલ બસ સ્ટેશન, અડાજણ, ઉધના, કામરેજ અને કડોદરા બસ સ્ટેશન તથા નિગમના તમામ બસ સ્ટેશનો ઉપરાંત એસ.ટી.દ્વારા નિમવામાં આવેલા બુકિંગ એજન્ટો, મોબાઈલ એપ તથા નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી પણ ઓનલાઈન ટીકીટનું બુકીંગ કરી શકાશે. સૌરાષ્ટ્ર તરફનું એકસ્ટ્રા બસોનું સંચાલન વિભાગીય કચેરી, લંબે હનુમાન રોડ સુરત ખાતે તા.૧૦ થી ૧૩ દરમિયાન સાંજે ૪.૦૦ થી રાત્રેના ૧૦.૦૦ વાગ્યા સુધી હાથ ધરવામાં આવશે.

જયારે દાહોદ, ગોધરા, ઝાલોદ, પંચમહાલ તરફનું સંચાલન એસ.ટી.સેન્ટ્રલ બસ સ્ટેશનની સામેના મેદાનમાં તેમજ રામનગર, રાંદેરથી પણ તા.૧૦ થી ૧૩ દરમિયાન સાંજે ૪.૦૦ થી રાત્રેના ૧૦.૦૦ વાગ્યા સુધી હાથ ધરવામાં આવશે. વધારાના ટ્રાફિકને ધ્યાને લઈ તા.૧૪ થી ૧૯ નવે. સુધી અમદાવાદનું એક્સ્ટ્રા સંચાલન સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતેથી કરવામાં આવશે એમ સુરત એસ.ટી.ના વિભાગીય નિયામકશ્રીની યાદીમાં જણાવાયુ છે.