Poonam madam help Divyang 3

જામનગરમાં વિશ્વ દિવ્યાંગ દિવસે સાંસદ દ્વારા દિવ્યાગોને સાધન સહાય વિતરણ કરાયું.

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૦૩ ડિસેમ્બર: ઇન્ડીયન ઓઈલ કોર્પોરેશન દ્વારા આયોજિત સામાજિક દાયિત્વ હેઠળ ‘ વિશ્વ દિવ્યાંગ દિવસ ‘ નિમિતે ધનવંતરી ઓડીટોરિયમ ખાતે દિવ્યાંગોને સાધન સહાય વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

whatsapp banner 1

આયુર્વેદ યુનિવર્સિટી ના ધનવંતરી ઓડિટોરિયમ ખાતે દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ કાર્યક્રમમાં સંસદ સભ્ય પૂનમબેન માડમ ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ તકે જિલ્લા કલેકટર અને ઇન્ડીયન ઓઈલ કોર્પોરેશનના કાર્યકારી નિર્દેશક ડી.કે. બેનર્જી પણ ઉપસ્થિત રહ્યા હતા.

On the occasion of World Disability Day in Jamnagar, the MP Poonam madam distributed aid to the disabled.

જામનગરના અંધાશ્રમ, બહેરા મૂંગા શાળા સહિતના અંદાજે 386 જેટલા બાળકો અને યુવકોને વ્હીલ ચેર, બેટરી વાળી ગાડી, ટ્રાયસિકલ જેવા સાધનનોની કિટ વિતરણ કરવામાં આવી હતી.
આ તકે સાંસદ પૂનમબેન માડમ એ જણાવ્યું હતું કે ખામીને ખુબીમાં પ્રવર્તિત કરવાની શક્તિ ભગવાને દિવ્યાંગોને આપી છે. 2014 થી અત્યાર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દિવ્યાંગો માટે વિશેષ યોજનાઓ અમલમાં મૂકી છે. દિવ્યાંગો માટે દરેક નાગરિક સંવેદન શિલ બને અને દિવ્યાંગોને મળવાપાત્ર તમામ લાભ મળે તે માટે હંમેશા સાંસદ પ્રયત્નશીલ રહેશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

On the occasion of World Disability Day in Jamnagar, the MP Poonam madam distributed aid to the disabled.

આ કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખ રમેશભાઇ મૂંગરા, શહેર પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, વિનુભાઈ ભંડેરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષભાઈ જોશી, નગરસેવકો, સમાજ સુરક્ષા અધિકારી પ્રાર્થનાબેન સરસીયા સહિતના અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.