Onion production: ગરીબોની કસ્તૂરી ડુંગળીએ જગતના તાતની આંખોમાં પાણી લાવી દીધાં : ડુંગળીનું ઉત્પાદન વધુ પરંતુ ઝાકળ, માવઠાંના કારણે પાક નબળો

Onion production: પોરબંદરના માર્કેટીંગ યાર્ડમાં દરરોજ ૪૦૦ થી પ૦૦ બાચકા ડૂંગળીની આવક પરંતુ ૪૦ કિલો બાચકાના ભાવ ૧૦૦ થી રપ૦ સુધી : રાણાવાવ તાલુકામાં ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન પરંતુ ઝાકળ, માવઠાંના કારણે પાક નબળો

પોરબંદર, 21 મેઃ Onion production: પોરબંદર જિલ્લામાં ગત વર્ષે ખૂબ સારો એવો વરસાદ પડ્યો હતો. પોરબંદરના નદી-નાળા-ડેમ સહિતના તળાવો પાણીનો તરબોળ બન્યા હતા. જેના કારણે ખેડૂતોનો પાક પણ સારો એવો થઇ રહ્યો છે. પરંતુ પોરબંદર જિલ્લામાં થોડા માસ પૂર્વે માવઠા તેમજ ઝાકળના કારણે ખેડૂતોના પાકને નુકશાની પહોંચી હતી. જેના કારણે હાલ ડૂંગળીના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું હતું. હાલ પોરબંદર જિલ્લામાં ડૂંગળીનું ઉત્પાદન ખૂબ મોટા પ્રમાણમાં થયું છે પરંતુ પાક નબળો તેમજ ઉત્પાદન નબળું થયું હોવાના કારણે ભાવ તળીયે પહોંચ્યા છે. જેથી ખેડૂતોને આવકની બદલે નુકશાની થઇ રહી છે. 

પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં ડૂંગળીનું ખૂબ સારૂ વાવેતર થાય છે. દર વર્ષે રાણાવાવ તાલુકાના ખેડૂતોને ડૂંગળીનો સારો ભાવ મળે છે. પરંતુ આ વર્ષે ખેડૂતોને ડૂંગળીએ રડાવ્યા હોય તેવી સ્થિતી સર્જાય છે. કારણ કે રાણાવાવ તાલુકામાં ડૂંગળીનું ઉત્પાદન આ વર્ષે ખૂબ સારૂ હતું પરંતુ માવઠા અને ઝાકળના કારણે ડૂંગળીના પાકને વ્યાપક નુકશાની પહોંચી હતી. પોરબંદર શહેરના માર્કેટીંગ યાર્ડમાં હાલ દરરોજ ૪૦૦ થી પ૦૦ બાચકા ડૂંગળીની આવક જોવા મળી રહી છે. પરંતુ ખેડૂતોને જોઇએ એવા ડૂંગળીના ભાવ મળતા નથી.

આ પણ વાંચોઃ Excessive Sweating: ઉનાળામાં વધુ પડતો પરસેવો થાય છે? કરો આ 4 ઉપાય, દિવસભર રહેશે તાજી

ગત વર્ષે ૪૦ કીલાનું બાચકું ગત વર્ષે પ૦૦ થી વધુ ભાવમાં વેંચાણ થતું હતું જેની સામે ચાલુ વર્ષે માત્ર ૧૦૦ થી લઇને રપ૦ રૂપિયાના ભાવે વેંચાઇ રહ્યું છે. જેના ઉપરથી સ્પષ્ટ ખબર પડે છે કે ગત વર્ષ કરતા ખેડૂતોને ડૂંગળીના ભાવમાં પ૦ ટકાનો ઘટાડો આવ્યો છે. છેલ્લા બે માસથી પોરબંદરના માર્કેટીંગ યાર્ડમાં ડૂંગળીની સતત આવક જોવા મળી રહી છે. પરંતુ ભાવ ઓછો હોવાના કારણે ખેડૂતો પણ નિરાશ થઇ પરત ફરી રહ્યાં છે. હાલ માર્કેટીંગ યાર્ડમાં ડૂંગળીના બાચકાઓ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યાં છે. માર્કેટીંગ યાર્ડના વેપારીના જણાવ્યા અનુસાર યાર્ડમાં આવક સારી છે પરંતુ પાક નબળો હોવાના કારણે ડૂંગળીની ગુણવત્તા નબળી જોવા મળી રહી છે.

હાલ માત્ર નાની ડૂંગળી આવી રહી છે. ઝાકળ, માવઠાના કારણે ખેડૂતોના પાકને નુકશાન થયું હતું જેના પરિણામ સ્વરૂપે હાલ ડૂંગળીએ ખેડૂતોને રડાવ્યા હોય તેવી સ્થિતીનું નિર્માણ થયું છે. ખેડૂતોને આશા હતી કે આ વર્ષે ડૂંગળીના ઉત્પાદનની સામે સારો એવો ભાવ મળશે પરંતુ માવઠા તેમજ ઝાકળે ખેડૂતોની મહેનત ઉપર પાણી ફેરવ્યું હોય તેમ ડૂંગળીના ભાવ તળીયે પહોંચ્યા છે. હાલ આવક તો સારી છે પરંતુ ખેડૂતોને જોયે તેવા ભાવ મળી નથી રહ્યાં.

(સોર્સઃ ન્યુઝ સર્ચ)

આ પણ વાંચોઃ Indian Railways New Rules: રેલવેએ મુસાફરો માટે મુસાફરીના નિયમોમાં બદલાવ કર્યો, તમારી સુવિધા માટે આ ફેરફાર કરવામાં આવ્યા…

Gujarati banner 01