Orewa board

Orewa Company: મોરબીના પ્રશાસને હદ વટાવી, ઓરેવા કંપનીના બોર્ડ પર સફેદ પડદો લગાવાયો

Orewa Company: ઓરેવા કંપની દ્વારા બ્રિજ રીનોવેટ કરીને શરુ કરાયો હતો. એ કંપનીનું નામ જ ઢાંકી દેવામાં આવ્યું છે.

મોરબી, 01 નવેમ્બર: Orewa Company: મોરબીના પ્રશાસને હદ વટાવી દીધી હોય તેમ લાગી રહ્યું છે. ઓરેવા કંપનીના બોર્ડ પર પડદો લગાવવામાં આવ્યો છે. જે ઓરેવા કંપની દ્વારા બ્રિજ રીનોવેટ કરીને શરુ કરાયો હતો. એ કંપનીનું નામ જ ઢાંકી દેવામાં આવ્યું છે.

સફેદ કાપડથી ઓરેવા કંપનીના બોર્ડને ઢાંકી દેવામાં આવ્યું છે. મોરબી પુલ દુર્ધટનામાં 135ના મોત અત્યાર સુધી થયા છે. 17 સારવાર હેઠળ છે જ્યારે 153ને રજા અપાઈ છે. 2 હજુ લાપતા છે ત્યારે સર્ચ ઓપરેશન પણ જારી છે. તેવામાં વડાપ્રધાન ટૂંક સમયમાં મોરબી પહોંચી રહ્યા છે ત્યારે ઓરેવાનું નામ ઢાંકી દેવામાં આવ્યું છે.   

આ પણ વાંચો:-Ashok Gehlot praised PM Narendra Modi: PM મોદી દુનિયામાં જ્યાં પણ જાય છે તેમને સન્માન મળે છે, લોકશાહીના મૂળ મજબૂત: અશોક ગેહલોત

પોલીસે આ કેસમાં ઓરેવાના બે મેનેજર, બે કર્મચારીઓ, ત્રણ સુરક્ષા ગાર્ડ અને બે ટિકિટ ક્લાર્ક સહિત નવ લોકોની ધરપકડ કરી છે. બ્રિજ જેની દેખરેખમાં બન્યો છે તેવા એન્જિનિયર, ઓરેવા માલિકનું નામ પણ લેવામાં આવતું નથી. એટલે કે આ ઘટનામાં નાના કર્મચારીઓને જવાબદાર ઠેરવીને ઢાંક પીછોડો કરવામાં આવી રહ્યો છે.ય 

મોરબી નગરપાલિકા દ્વારા માર્ચ-2022માં 15 વર્ષ માટે ઓરેવા કંપનીને કરાર કરી આપવામાં આવ્યો હતો. 12 વર્ષથી વધુ ઉંમરના દરેક મુલાકાતી માટે રૂ. 15 અને બાળકો માટે રૂ. 10 રૂપિયા લેવાના હતા તે માલિક ભૂગર્ભમાં જતા રહ્યા છે. કેમ કે, તકેદારી લેવી એ પણ તેમની ફરજ હતી. 

Gujarati banner 01