paid vaccination: રાજ્યના આ શહેરમાં આજથી પૈસા આપીને રસી મૂકવાના કાર્યક્રમનો પ્રારંભ

અમદાવાદ, 27 મેઃpaid vaccination: છેલ્લા કેટલાય દિવસોથી વેક્સિન મૂકાવા માટે લોકો રાહ જોઇ રહ્યાં છે તેવામાં લોકો માટે સારા સમાચાર છે, હવે રાજ્યના અમદાવાદ શહેરીજનો પૈસા આપીને રસી લઇ શકશે. અમદાવાદ શહેરમાં આજથી પેઈડ વેક્સિનેશનનો પ્રારંભ થયો છે. AMC અને ખાનગી હોસ્પિટલ દ્વારા GMDC ગ્રાઉન્ડ ખાતે પેઈડ વેક્સીનેશન (paid vaccination) નું આયોજન કરાયું છે. જે અંતર્ગત 1000 રૂપિયા ચૂકવીને 18 વર્ષથી વધુના કોઈપણ નાગરિક વેક્સીન લઈ શકશે. દરરોજ 1000 લોકોને પેઈડ રસી આપવાનું આયોજન છે. જેમાં ઓન ધી સ્પોટ રજિસ્ટ્રેશન દ્વારા પણ વેક્સીન લઈ શકાશે.

Whatsapp Join Banner Guj

નોંધનીય છે કે, ગઈકાલે જાહેરાત કરાઈ હતી કે, અમદાવાદમાં પીપીપી ધોરણે ખાનગી હોસ્પિટલ સાથે મળીને પેઈડ વેક્સીનેશન (paid vaccination) શરૂ કરાયુ છે. પરંતુ અચાનક આ નિર્ણય પલટાયો હતો. રાતોરાત એએમસીના બેનર હટાવી દેવાયા છે. હવે માત્ર ખાનગી હોસ્પિટલ દ્વારા પેઈડ વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં આજથી ડ્રાઇવ થ્રુ પેઈડ વેક્સિન(paid vaccination) શરૂ કરાયું છે. વહેલી સવારથી લોકો ગાડીઓમાં આવ્યા છે. રજિસ્ટ્રેશન બાદ લોકો રૂપિયા ભરીને વેક્સીન લઈ રહ્યાં છે. વેક્સીન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન નો સ્લોટ મળી નથી રહ્યો, તેથી લોકોને હવે પેઈડ વેક્સીનેશનથી આશા જાગી છે. તેથી જ મોટી સંખ્યામાં લોકો જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચી ચૂક્યા છે. 

ADVT Dental Titanium

તો બીજી તરફ, આજથી શરૂ થતા પેઈડ વેક્સીનેસન(paid vaccination)માંથી amc દૂર થયું છે. હવે ખાનગી હોસ્પિટલ જ ડ્રાઇવ થ્રુ પેઈડ વેક્સિનેશન Amc શાસકો સાથે સંકલન કર્યા વગર જ આ નિર્ણય લેવાયો છે તેવુ જાણવા મળ્યું છે. સૂત્રો દ્વારા જાણ્યા અનુસાર, એએમસીના અધિકારીઓએ બારોબાર નિર્ણય લેતા ગાંધીનગર સુધી ફરિયાદ કરાઈ છે. Amc એ પીપીપી ધોરણે જાહેર કરેલ નિર્ણય કલાકોમાં બદલાયો છે.

આ પણ વાંચો….

મ્યુકરમાઇકોસીસ(mucormycosis)ના દર્દીઓ માટે લાયોફિલાઇઝ અને લાયફોસોમેલ બંને જ ઇન્જેકશન સારવારમાં અસરકારક, વાંચો શું કહે છે તબીબો