Ambaji temple open

Patotsav at Gabbar: અંબાજી ના ગબ્બર ખાતે પાટોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા

Patotsav at Gabbar: અંબાજી ના ગબ્બર ખાતે આવેલ શ્રી ૫૧ શકિતપીઠ દર્શન પક્રિમાનો આઠમો પાટોત્સવ મહાસુદ -૧૪ તા.૧૫ ફેબ્રુઆરી ના રોજ યોજાનાર છે. આ પાટોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા.

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 11 ફેબ્રુઆરી:
Patotsav at Gabbar: ગબ્બર ખાતે આવેલ શ્રી ૫૧ શકિતપીઠ દર્શન પક્રિમાનો આઠમો પાટોત્સવ મહાસુદ-૧૪ તા .૧૫ ફેબ્રુઆરી ના રોજ યોજાનાર છે . આ પાટોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવેલ છે જેમાં મુખ્યત્વે માતાજીની પાલખી યાત્રા સવારે ૯:૦૦ કલાકે ગબ્બર સર્કલ થી પ્રારંભ કરીને સમગ્ર પરિક્રમા માર્ગમાં પરિભ્રમણ કરશે.

આ યાત્રામાં આનંદ ગરબા મંડળની બહેનો , ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ , અંબાજીના સદસ્યઓ , શકિતપીઠના પુજારીઓ અને સંસ્કૃત મહાવિદ્યાલયના વિધાર્થીઓ સહિત યાત્રાળુઓ પણ જોડાશે . શિકતપીઠના પાટોત્સવ નિમિત્તે સવારે ૮:૦૦ થી સાંજે ૫:૦૦ કલાક સુધી ગબ્બર ટોચ , શકિતપીઠના સંકુલ નં .૪,૧૮ અને ૧૯ ખાતે વિશિષ્ટ યશ પણ કરવામાં આવશે,

દ૨ેક મંદિરોને ફુલોથી શણગાર કરવામાં આવશે. દ૨ેક શકિતપીઠના મંદિરો ઉપર પુજા / વિધી સાથે ધજાઆરોહણ પણ કરવામાં આવશે . ગબ્બર પરિક્રમા કરવાથી તમામ ૫૧ શકિતપીઠના એક જ સ્થળે દર્શનનો મહાલાભ મળે છે . માઈભકતોને શિકતપીઠના આઠમા પાટોત્સવ મહોત્સવમાં ભાગ લઈ દર્શનનો લ્હાવો લેવા માઈભકતોને વિનંતી છે .

આ પણ વાંચો…6 Pakistani fishermen arrested by BSF: બીએસએફ દ્વારા કુલ 6 પાકિસ્તાની માછીમારોની ધરપકડ- વાંચો વિગત

Gujarati banner 01